Asia Cup 2025 Super Four ના સુપર-4 મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ બુધવારે બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ જીત સાથે ભારત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે 20 ઓવરમાં 168 રનનો પડકારરૂપ સ્કોર બનાવ્યો. જવાબમાં, બાંગ્લાદેશની ટીમ 127 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ.
Asia Cup 2025 Super Four ભારતની શરૂઆત સારી નહોતી, પરંતુ ઓપનર અભિષેક શર્માએ ધમાકેદાર ઇનિંગ રમી. તેણે 25 બોલમાં જ અડધી સદી ફટકારી અને 37 બોલમાં 75 રન બનાવ્યા. શુભમન ગિલે 29 રનનું યોગદાન આપ્યું. જોકે, મધ્યમક્રમમાં વિકેટો પડતી રહી, પરંતુ હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલની સારી ભાગીદારીએ ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી.
169 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી. ભારતના બોલરોએ તરત જ વિકેટો લેવાનું શરૂ કર્યું. જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) પહેલો ઝટકો આપ્યો, જ્યારે કુલદીપ યાદવ (Kuldeep Yadav) અને વરુણ ચક્રવર્તીએ (Varun Chakravarthy) પોતાની સ્પિનથી બાંગ્લાદેશના બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂક્યા. કુલદીપે સૌથી વધુ 3 વિકેટ લીધી, જ્યારે બુમરાહ અને વરુણ ચક્રવર્તીને 2-2 સફળતા મળી. બાંગ્લાદેશની ટીમ 127 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ.
આ જીત બાદ ભારતનું ફાઇનલમાં સ્થાન પાકું થઈ ગયું છે અને શ્રીલંકા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. હવે ફાઇનલમાં ભારતનો સામનો કોની સાથે થશે, તે નિર્ણય પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પર આધાર રાખે છે. આ મેચમાં જે ટીમ જીતશે, તે ફાઇનલમાં ભારત સામે ટકરાશે.
આ પણ વાંચો: સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા Azam Khan 23 મહિના બાદ જેલમાંથી મુક્ત, કાર્યકર્તાઓમાં ખુશીની લહેર