પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરૂવારે એક સ્કૂલ વાન પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં બે બાળકોના મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. આ ઘટના લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર એટોક જિલ્લાના ઢેરી કોટ વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂલ વાન બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહી હતી ત્યારે અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો.
બે બાળકોના મોત, બેની હાલત ગંભીર છે
પોલીસે કહ્યું, ‘આ હુમલામાં પાંચથી 10 વર્ષની વયના સાત બાળકો ઘાયલ થયા છે. તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં બે બાળકોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમણે કહ્યું કે વાન ચાલકને પણ ઈજાઓ થઈ છે.
વરિષ્ઠ પોલીસ અધિકારી સરદાર ગિયાસ ગુલે પત્રકારોને જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજની મદદથી બંદૂકધારીઓને પકડવા માટે પોલીસ ટીમો બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે કે શું ડ્રાઈવરની કોઈ સાથે દુશ્મની છે કે શું આ ઘટના આતંકવાદ સાથે જોડાયેલી છે.
નોંધનીય છે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરૂવારે એક સ્કૂલ વાન પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં બે બાળકોના મોત થયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા હતા. આ ઘટના લાહોરથી લગભગ 400 કિલોમીટર દૂર એટોક જિલ્લાના ઢેરી કોટ વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સ્કૂલ વાન બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહી હતી ત્યારે અજાણ્યા બંદૂકધારીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો
આ પણ વાંચો- ભારતીય ટીમ 2025માં આ દેશ સામે ટેસ્ટ સિરીઝ રમશે, સંપૂર્ણ શેડ્યૂલ જાણો