RR vs RCB ruslt : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 16મી મેચમાં શુક્રવારે (10 એપ્રિલ) ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે અત્યંત રોમાંચક મુકાબલો રમાયો હતો. આ મેચમાં યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગના સહારે રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટે કારમી હાર આપી છે. RCB દ્વારા આપવામાં આવેલા 202 રનના વિશાળ ટાર્ગેટને રાજસ્થાને માત્ર 18 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે ચાલુ સિઝનમાં સળંગ ચોથી જીત નોંધાવી છે.
RR vs RCB ruslt : વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલની તોફાની ભાગીદારી
રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી. બીજા જ ઓવરમાં ઓપનર યશસ્વી જયસ્વાલ (13 રન) જોશ હેઝલવુડની ઓવરમાં આઉટ થયો હતો. જોકે, ત્યારબાદ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા વૈભવ સૂર્યવંશીએ મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ શરૂ કરી દીધો હતો. વૈભવે 300ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા માત્ર 15 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તેણે 26 બોલમાં 8 ચોગ્ગા અને 7 ગગનચુંબી છગ્ગાની મદદથી ધુંઆધાર 78 રન ફટકાર્યા હતા.બીજા છેડેથી ધ્રુવ જુરેલે પણ શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. બંને વચ્ચે બીજી વિકેટ માટે માત્ર 37 બોલમાં 108 રનની વિશાળ ભાગીદારી નોંધાઈ હતી. જુરેલે 43 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 81 રન બનાવીને ટીમને જીત અપાવી હતી. અંતિમ ઓવરોમાં રવિન્દ્ર જાડેજાએ પણ અણનમ 24 રનનું યોગદાન આપ્યું હતું.
𝙐𝙣𝙗𝙚𝙖𝙩𝙚𝙣 & 𝙐𝙣𝙨𝙩𝙤𝙥𝙥𝙖𝙗𝙡𝙚 🫡
A sensational win for #RR to sign off from Guwahati in style 🩷
Scorecard ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/eNq8gglcrL
— IndianPremierLeague (@IPL) April 10, 2026
RCB ની ઇનિંગ્સ: રજત પાટીદારની ફિફ્ટી, કોહલી ફ્લોપ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી RCBની શરૂઆત પણ નિરાશાજનક રહી હતી. પ્રથમ બોલ પર જ ફિલ સોલ્ટ (0) જોફ્રા આર્ચરનો શિકાર બન્યો હતો. વિરાટ કોહલી સારી લયમાં દેખાઈ રહ્યો હતો, પરંતુ સ્પિનર રવિ બિશ્નોઈએ તેને 32 રનના સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યો હતો.
સતત પડતી વિકેટો વચ્ચે કેપ્ટન રજત પાટીદારે એક છેડો સાચવી રાખીને 40 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 63 રનની શાનદાર ઇનિંગ રમી હતી. અંતિમ ઓવરોમાં ઇમ્પેક્ટ પ્લેયર વેંકટેશ અય્યરે અણનમ 29 રન ફટકારીને ટીમને 20 ઓવરમાં 8 વિકેટે 201 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી હતી.
આ પણ વાંચો: કુલદીપ યાદવના લગ્નમાં ભારતીય ખેલાડીઓએ મચાવી ધમાલ, મસૂરીમાં બાળપણની મિત્ર સાથે લીધા સાત ફેરા

