IPL FINAL 2025: IPL ફાઇનલ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે

IPL FINAL 2025
IPL FINAL 2025- ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવને પગલે BCCIએ IPL 2025ને એક અઠવાડિયા માટે સ્થગિત કર્યું હતું. આ પછી લીગ 17 મે, 2025થી ફરી શરૂ થઈ. આ સ્થગિતીને કારણે શેડ્યૂલમાં ફેરફાર કરવો પડ્યો, અને ફાઈનલ મેચ હવે 25 મેના બદલે 3 જૂન, 2025ના રોજ રમાશે. શરૂઆતમાં BCCIએ પ્લેઓફ મેચોના સ્થળોની જાહેરાત કરી ન હતી, પરંતુ હવે એક મોટી અપડેટ સામે આવી છે.
પ્લેઓફ મેચોના સ્થળોની જાહેરાત
IPL FINAL 2025 – ક્રિકબઝના અહેવાલ મુજબ, IPL 2025ની ફાઈનલ મેચ અને ક્વોલિફાયર 2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ ઉપરાંત, ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચો મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, અગાઉ પણ મહત્વપૂર્ણ IPL મેચોનું આયોજન કરી ચૂક્યું છે. 2022માં ગુજરાત ટાઈટન્સે અહીં રાજસ્થાન રોયલ્સને હરાવી ટાઈટલ જીત્યું હતું. 2023માં વરસાદને કારણે ફાઈનલ બે દિવસ સુધી ચાલી હતી, ત્યારે પણ આ સ્ટેડિયમ યજમાન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *