Mojtaba Khamenei ઈરાનના નવા સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ મોજતબા ખામેનેઈએ ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી લારીજાનીના મોત મામલે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આ કાવતરા પાછળ જે પણ હશે તેને જલ્દી જ આકરી કિંમત ચૂકવવી પડશે.
Mojtaba Khamenei ઇરાન આક્રમણ મૂડમાં
ઈરાનની રાજધાની તેહરાનમાં થયેલા તાજેતરના ઈઝરાયેલના હવાઈ હુમલામાં અલી લારીજાનીનું નિધન થયું છે. આ ઘટના બાદ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ પોતાનો પ્રથમ સત્તાવાર સંદેશ જારી કર્યો છે. તેમણે લારીજાનીના નિધનને દેશ માટે એક મોટી ખોટ ગણાવી છે અને જણાવ્યું છે કે દુશ્મનોના આવા કૃત્યોથી ઈસ્લામિક સિસ્ટમ વધુ મજબૂત બનશે.
મોજતબા ખામેનેઈની આક્રમક ચેતવણી
મોજતબાએ પોતાના નિવેદનમાં આકરા શબ્દોમાં જણાવ્યું છે કે, શહીદોના લોહીના એક-એક ટીપાની કિંમત છે. જે ગુનેગારો અને હત્યારાઓએ આ જઘન્ય અપરાધ કર્યો છે, તેમણે બહુ જલ્દી આનો ભારી હિસાબ ચૂકવવો પડશે. આ નિવેદન દર્શાવે છે કે ઈરાન હવે આક્રમક વળતો પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યું છે.
મધ્ય પૂર્વના ભવિષ્ય પર અસર
અલી લારીજાની અને અન્ય ટોચના ઈરાની નેતાઓની હત્યા બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વધુ સ્ફોટક બની છે. મોજતબા ખામેનેઈનું આ નિવેદન માત્ર ચેતવણી નથી, પણ ઈરાનની બદલાની નીતિનો સ્પષ્ટ સંકેત છે. દુનિયાભરના દેશોની નજર હવે ઈરાનના આગામી લશ્કરી અને રાજકીય પગલાં પર ટકેલી છે.
આ ઘટના માત્ર એક નેતાની હત્યા પૂરતી સીમિત નથી, પરંતુ તે ઈરાનના આંતરિક રાજકારણ અને સમગ્ર મધ્ય પૂર્વની શાંતિ માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ બની ગઈ છે. અલી લારીજાની જેવા કદાવર અને અનુભવી નેતાની વિદાયથી પડેલો ખાલીપો પૂરવો ઈરાન માટે આસાન નથી. બીજી તરફ, મોજતબા ખામેનેઈનું આ કઠોર વલણ દુનિયાને સ્પષ્ટ સંદેશ આપે છે કે ઈરાનનું નવું નેતૃત્વ કોઈ પણ સંજોગોમાં નમતું જોખવા તૈયાર નથી. હવે જો ઈરાન કોઈ સીધો કે મોટો જવાબી હુમલો કરશે, તો તે માત્ર બે દેશો વચ્ચેનો સંઘર્ષ નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષાને પ્રભાવિત કરનારું એક નવું મહાયુદ્ધ બની શકે છે
આ પણ વાંચો: ઈરાન વિરુદ્ધ સૈન્ય અભિયાનમાં જોડાવાનો NATO દેશોનો ઇનકાર! ટ્રમ્પ થયા ભારે નારાજ!

