ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીનો પુત્ર પિતાની ગાદી સંભાળશે,જાણો મોજતબા ખામેની વિશે

આયાતુલ્લા અલી ખામેની-    ઈરાનના નવા ઉત્તરાધિકારીને લઈને ઘણા મીડિયા રિપોર્ટ્સમાં મોટા મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના પુત્રો જ તેમનો વારસો સંભાળશે. આયાતુલ્લા અલી 85 વર્ષના છે. તેઓ લાંબા સમયથી ગંભીર બીમારીઓથી પીડિત હતા. આવી સ્થિતિમાં તેમણે સમય આવ્યે ઈરાનના સર્વોચ્ચ નેતાનું પદ છોડવાનું મન બનાવી લીધું છે. તે ઈચ્છે છે કે તેમનો પુત્ર તેમની હયાતીમાં ગાદી સંભાળી લે.

આયાતુલ્લા અલી ખામેની –  ઇઝરાયેલના સમાચાર સ્ત્રોત Ynetnewsએ ચોંકાવનારો દાવો કર્યો છે. જેમાં ઈરાન વિરોધી ગણાતા પર્સિયન આઉટલેટ ઈરાન ઈન્ટરનેશનલના અહેવાલને ટાંકવામાં આવ્યો છે. જેમાં એવું કહેવાય છે કે ઈરાનના નિષ્ણાતોની એસેમ્બલીના સભ્યોની ગુપ્ત બેઠક થઈ હતી. આ બેઠક 26 સપ્ટેમ્બરે બોલાવવામાં આવી હતી. જેમાં 60 સભ્યો હાજર રહ્યા હતા. અલી ખામેનીના અનુગામી અંગેનો નિર્ણય ગુપ્તતા વચ્ચે લેવામાં આવ્યો હતો. ખમેની અને સહયોગીઓના દબાણને કારણે મોજતબાની પસંદગી કરવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર, સભ્યોને ખમેની શાસન દ્વારા પણ ધમકી આપવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા અલોકતાંત્રિક રીતે હાથ ધરવામાં આવી હતી. ડરના કારણે કોઈ સભ્યએ મોજતબાનો વિરોધ કર્યો ન હતો. જો સભા અંગેની માહિતી લીક થશે તો તેના ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ સભ્યોને આપવામાં આવી હતી. દેશમાં કોઈપણ પ્રકારનો વિરોધ ન હોવો જોઈએ, શાંતિ હોવી જોઈએ. તેથી એક મહિના સુધી બેઠક અંગે કોઈને જાણ કરવામાં આવી ન હતી. મોજતબા અંગે એ વાત સામે આવી રહી છે કે તેમને હજુ સુધી કોઈ કામનો અનુભવ નથી. સત્તાવાર ભૂમિકાઓ પણ જાણીતી નથી. જોકે, તે છેલ્લા બે વર્ષથી તેના પિતા સાથે કામ કરવામાં સક્રિય છે.

મોજતબા ગ્રેજ્યુએટ છે
મોજતબા હોસૈની ખમેનીનો જન્મ 1969માં મશહાદમાં થયો હતો. તે ઈરાની શિયા ધર્મગુરુ અને સર્વોચ્ચ નેતા અલી ખમેનીના બીજા પુત્ર છે. તે સ્નાતક છે જેઓ ધર્મશાસ્ત્રમાં પણ ડિગ્રી ધરાવે છે. તે 1987-88માં ઈરાક યુદ્ધમાં સામેલ હતો. તેઓ બાસીજ મિલિશિયા પર તેમના નિયંત્રણ માટે જાણીતા છે. 2009ની ચૂંટણીમાં ખામેનીનો વિરોધ ન થાય તેની ખાતરી કરવા માટે આ સંગઠન પર દબાણ કરવામાં આવ્યું હતું. 1999માં તેણે મૌલવીનો પણ અભ્યાસ કર્યો હતો.

 

આ પણ વાંચો –   મણિપુરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના ઘર પર હુમલો, હિંસા ફરી વકરી, ઇન્ટરનેટ સેવા સ્થગિત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *