Netanyahu approves ceasefire – છેલ્લા 15 મહિનાથી ગાઝામાં ચાલી રહેલા નરસંહારનો હવે અંત આવશે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાં બંધકોને પરત કરવાનો કરાર મંજુર થયો છે. નોંધનીય છે કે ગુરુવારે કતારના દોહામાં બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે યુદ્ધ વિરામનો કરાર થયો હતો, પરંતુ નેતન્યાહૂએ કહ્યું હતું કે હજુ સુધી કરાર સંપૂર્ણ રીતે અમલમાં નથી આવ્યો. તેમણે હમાસ પર છેલ્લા સમયમાં કેટલીક શરતોમાંથી પીછેહઠ કરવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ હવે તેઓ સંમત થયા છે.
Netanyahu approves ceasefire – ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂએ યુદ્ધ વિરામ માટે સહમત થયા છે. હવે આ યુદ્ધવિરામનો પ્રસ્તાવ કેબિનેટમાં મૂકવામાં આવશે. જો આ યુદ્ધવિરામ અમલમાં આવે છે, તો મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. નેતન્યાહૂએ જણાવ્યું કે તેઓ શુક્રવારે તેમની સરકારની સિક્યોરીટી કાઉન્સિલની બેઠક બોલાવશે અને ત્યારબાદ સમજૂતીને મંજૂરી આપવામાં આવશે.
ઇઝરાયેલે તેના એક નાગરિકના બદલામાં 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા સહમત થયું છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે 15 મહિના સુધી ઘાતક હુમલાઓ પછી ઇઝરાયેલા હમાસને હરાવી શક્યું નહોતું, હવે તે વર્ષોથી તેમની જેલોમાં કેદ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે
આ પણ વાંચો – Israel and Hamas: ઇઝરાયલ-હમાસ વચ્ચે આ દેશે સમજૂતી કરાર કરાવ્યો, જાણો તેના વિશે