Shaktipeeth Parikrama in Ambaji – દર વર્ષે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ પરિક્રમામાં, શ્રી આરાસુરી અંબાજી માતા પરિક્રમા મહોત્સવ દરમિયાન વિવિધ મંડળો અને ભજન-સત્સંગ મંડળો દ્વારા 51 શક્તિપીઠો ખાતે ભજન અને સત્સંગનું આયોજન કરવામાં આવે છે.શક્તિપીઠ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ ભવ્ય પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તોનું અંબાજી ખાતે આગમન શરૂ થઈ ગયું છે.
ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ આવશે
Shaktipeeth Parikrama in Ambaji- મળતી માહિતી મુજબ, 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ થશે. આ 3 દિવસના 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવશે.
નોંધનીય છે કે આ 3 દિવસ દરમિયાન ગબ્બર તળેટીમાં પાલખી યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો,પાદુકા ચામરયાત્રા, ધ્વજા ત્રિશૂળ યાત્રા, મસાલ યાત્રા, શક્તિ યજ્ઞ સાથે ભજન મંડળીઓ દ્વારા ધાર્મિક સત્સંગના કાર્યક્રમો યોજાશે.આ ઉપરાંત ભજન મંડળીઓ દ્વારા ભજન સત્સંગ, વિવિધ મંડળો દ્વારા પરિક્રમાની સાથે આનંદ ગરબા અખંડ ધૂનની સાથે ગબ્બર ટોચ ખાતે રાત્રે 12 કલાકે મહા આરતીની સાથે વિવિધ કાર્યક્રમો કરાશે. અંબાજી ખાતે પરિક્રમામાં આવનારા ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.