IT raids director Sukumar’s house ‘ગેમ ચેન્જર’ના નિર્માતા દિલ રાજુના ઘરે ઈન્કમ ટેક્સના દરોડા બાદ હવે ‘પુષ્પા 2’ના ડિરેક્ટર સુકુમાર નિશાના પર આવ્યા છે. આવકવેરા વિભાગે બુધવારે 22 જાન્યુઆરીએ સુકુમારના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સુકુમારને આ વિશે કોઈ જાણ ન હતી અને આશ્ચર્ય થયું. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે IT વિભાગે સુકુમારના ઘરે દરોડા પાડ્યા ત્યારે સુકુમાર હૈદરાબાદ એરપોર્ટ પર હતા.
IT raids director Sukumar’s house ‘સાક્ષી પોસ્ટ’ના અહેવાલ મુજબ, સુકુમારને આઈટી અધિકારીઓ એરપોર્ટ પરથી જ તેમના ઘરે લઈ ગયા હતા. ડાયરેક્ટરના ઘર અને ઓફિસમાં કેટલાય કલાકો સુધી સર્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે દરોડા કયા હેતુથી પાડવામાં આવ્યા હતા. આ મામલે હજુ સુધી આવકવેરા વિભાગ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
55 IT ટીમો દ્વારા દરોડા, ‘પુષ્પા 2’ના નિર્માતાઓના સ્થળોની શોધ
અગાઉ, આવકવેરા વિભાગની લગભગ 55 ટીમોએ હૈદરાબાદમાં આઠથી વધુ સ્થળોએ અચાનક દરોડા પાડ્યા હતા. 21 જાન્યુઆરીએ સવારે શરૂ થયેલો દરોડો મોડી સાંજ સુધી ચાલુ રહ્યો હતો. ‘પુષ્પા 2’ના નિર્માતા નવીન યેર્નેની અને મૈત્રી મૂવી મેકર્સના સ્થાપક રવિશંકર યેલામાનચિલીની ઓફિસો અને મિલકતો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
પુષ્પા 2′ બોક્સ ઓફિસ કલેકશન
સુકુમાર વિશે વાત કરીએ તો, તે હાલમાં ‘પુષ્પા 2: ધ રૂલ’ની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મે દેશભરમાં 1229.40 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે જ સમયે, તેણે વિશ્વભરમાં 1737 કરોડ રૂપિયાની કુલ કમાણી કરી છે. ‘પુષ્પા 2’ બોક્સ ઓફિસ પર 48 દિવસથી ચાલી રહી છે.