જીગ્નેશ મેવાણીની ફૂટેલી કારતૂસો નિવેદન- ગુજરાતના રાજકારણમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીએ ભારે ગરમાવો લાવ્યો છે. આ ચૂંટણીઓ વચ્ચે કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની એક સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વાતાવરણને વધુ તેજ કર્યું છે. તેમના ‘ફૂટેલી કારતૂસો’ના નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને નેતાઓની નિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા થયા છે.કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં સત્તા પર નથી, કોંગ્રેસના કહેવાતા નેતાઓ ભાજપ સાથે સેટિંગ કરી રહ્યા હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યા છે. મેવાણીના આ નિવેદનથી કોંગ્રેસમાં મેવાણી સામે જૂથવાદ સક્રીય થયો હોવાનું સૂત્રોએ કહ્યું છે.
જીગ્નેશ મેવાણીનું વિવાદાસ્પદ નિવેદન
જીગ્નેશ મેવાણીની ફૂટેલી કારતૂસો નિવેદન- જીગ્નેશ મેવાણીએ તાજેતરમાં X પર પોસ્ટ કરીને કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓને ‘ફૂટેલી કારતૂસો’, ‘બી ટીમ’, અને ‘સામેના કેમ્પ સાથે સેટિંગ કરનારા’ ગણાવ્યા હતા. તેમણે લખ્યું, “હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો ભરી છે. કાઢો ને, શેની રાહ જુઓ છો? મારું નહીં તો રાહુલ જીનું તો માનો !!” આ પોસ્ટથી ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.
જીગ્નેશ મેવાણી ફૂટેલી કારતૂસો નિવેદન- આ પોસ્ટના જવાબમાં મેવાણીએ બીજી એક પોસ્ટ કરી, જેમાં તેમણે સ્પષ્ટતા કરતાં કહ્યું કે વિસાવદર અને કડીમાં કોંગ્રેસના જે ઉમેદવાર હશે, તેમને જીતાડવા માટે તેઓ પ્રયાસ કરશે. તેમણે જૂના ફોટાને લઈને થતી ગેરસમજને પણ દૂર કરવાનો પ્રયત્ન કર્યો.
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનસભા સંબોધી હતી. તેમણે કહ્યું, “આખા ગુજરાતમાં ભાજપની સરકાર છે, પરંતુ વિસાવદરમાં 18 વર્ષથી ભાજપ ઘૂસી શક્યું નથી.” આ ઉપરાંત, તેમણે કોંગ્રેસને ભાજપની સર્વિસમાં હોવાનો આક્ષેપ કર્યો.
આ પણ વાંચો- કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસે રમેશ ચાવડાને ઉમેદવાર જાહેર કર્યા