રાણા સાંગા પર આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ કરણી સેના સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમન પર ગુસ્સે થઈ ગઈ છે. યુપીના આગ્રામાં રામજીલાલ સુમનના ઘરે કરણી સેનાના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન તેમની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં એક ઈન્સ્પેક્ટર ઘાયલ થયો હતો.
સાંસદ રામજીલાલ સુમનના નિવેદનથી નારાજ કરણી સેનાના હજારો કાર્યકરો બુધવારે બપોરે તેમના નિવાસસ્થાનની બહાર પહોંચ્યા હતા. આ દરમિયાન બહાર ભારે ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. જ્યારે ટોળાએ સાંસદના આવાસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમની પોલીસ સાથે ઝઘડો થયો હતો. થોડી જ વારમાં દલીલ અથડામણમાં ફેરવાઈ ગઈ. જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે અરાજકતા સર્જાઈ હતી
આ પણ વાંચો – Best Time for Yoga: વજન ઘટાડો માત્ર 30 દિવસમાં! જાણો શ્રેષ્ઠ સમય અને સ્થાન યોગ માટે