અમદાવાદના યુવકે હેલમેટ ન પહેરતા 10 લાખનો દંડ!

હેલમેટ ન પહેરતા દંડ – ગુજરાત હાઇકોર્ટના કડક નિર્દેશ બાદ તંત્ર દ્વારા હેલમેટને લઈ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. હેલમેટ નહીં પહેરનારા અને રોંગ સાઇડ વાહન ચલાવનારા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં એક યુવકને 10 હેલમેટ નહીં પહરેવા બદલ રૂપિયા 10 લાખનો દંડ ફટકારવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

હેલમેટ ન પહેરતા દંડ- નોંધનીય છે કેઅનિલ હડિયા નામના યુવકને ગત એપ્રિલમાં શાંતિપુરા સર્કલ નજીક હેલમેટ વગર વાહન ચલાવતા ઝડપાયો હતો. પોલીસએ તેના લાયસન્સનો ફોટો પાડ્યો હતો અને તેને દંડ માટે ચલણ મોકલ્યો હતો. ત્યારબાદ, અનિલે શાંતિપુરા સર્કલ ટ્રાફિક પોલીસે જઈને ઓનલાઈન પદ્ધતિથી ચલણ ભરવા માટે કહ્યું હતું, પરંતુ થોડા દિવસો બાદ તે ભરી શક્યો ન હતો.

આરટીઓના કામ માટે જ્યારે તે ટુ વ્હીલર લઇને ગયો, ત્યારે તેને ખબર પડી કે એના પર ચાર ચલણ બાકી છે. તેણે ત્રણ ચલણ ભર્યા, પરંતુ ચોથું નહીં ભર્યું.8 માર્ચે, ઓઢવ પોલીસ સ્ટેશનમાંથી કોર્ટના સમન્સ મળ્યા બાદ, અનિલે દંડ ભરવા કોર્ટમાં જઈને જાણવા મળ્યું કે તેના ટ્રાફિક ગુનાના દંડ માટે 500 રૂપિયાની જગ્યાએ 10,00,500 રૂપિયાની રકમ દર્શાવવામાં આવી છે.

યુવકનું કહેવું છે, “હું કાયદાનો વિદ્યાર્થી છું અને મારા પિતા એક નાના ઉદ્યોગપતિ છે. જો કોર્ટ મને 10 લાખ રૂપિયાનો દંડ ચુકવવાનો કહેશે, તો હું કેવી રીતે ચૂકવશે?” આ મામલે, અનિલ અને તેના પિતાએ શાહીબાગ કમિશ્નર કચેરીમાં રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *