ગોમતીપુર વિસ્તારમાં પાણીની પાઇપ લીકેજ થઇ જતા પાણીનો વેડફાટ થાય છે અને જેના લીધે આ વિસ્તારમાં પાણીનું પ્રેશર ઓછું થઇ જતા પ્રજાને પાણી માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગોમતીપુર વિસ્તારના પોલીસ સ્ટેશન સામે પાણીની પાઇપ લીકેજ એક માસથી થઇ ગયું છે જેના લીધે પાણીનો અતિશય બગાડ થાય છે અને વેડફાટ જોવા મળે છે. જેના લીઘે આ વિસ્તારમાં પાણીનું પ્રેશર ઘટી ગયું છે.આ પાણીના લીકેજને લીધે શરાફની ચાલી, સુબોધ્ધનગર સહિત ગોમતીપુર ગામના પટ્ટામાં પાણીનું પ્રેશર ઘટી ગયું છે આ અંગે ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલ શેખે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં આ સમસ્યા અંગેની જાણ કરીને સત્વરે પાણીનો લીકેજ બંધ થાય તે માટે રજૂઆત કરી છે.
ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઇકબાલ શેખે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનથી ફાચર બિગ્રેડથી સર્કલ સુધીનો કામ 3 મહિના પહેલા જ વ્હાઇટ ટોપીંગનું કામ બે લાખ સાઇઠ હજારના ખર્ચે કરવામાં આવ્યું છે અને છેલ્લા એક માસથી પાણીની મેઇન લાઇનમાં લીકેજ થયો હોવા છંતા તંત્ર આંખ આડા કાન કરે છે જેના લીધે આજે લેખતિમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.
નોંધનીય છે કે ગોમતીપુર વિસ્તારમાં પાણીની પાઇપ લીકેજ થઇ જતા પાણીનો વેડફાટ થાય છે અને જેના લીધે આ વિસ્તારમાં પાણીનું પ્રેશર ઓછું થઇ જતા પ્રજાને પાણી માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગોમતીપુર વિસ્તારના પોલીસ સ્ટેશન સામે પાણીની પાઇપ લીકેજ એક માસથી થઇ ગયું છે. તંત્રને અનેકવાર મોખિત રજૂઆત કર્યા છંતા આંખ આડા કાન કરી રહી છે. આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ થાય તે માટે કાઉન્સીલર ઇકબાલ શેખે લેખિતમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.
આ પણ વાંચો – વકફ સુધારણા બિલનો ઇમરાન ખેડાવાળાએ કર્યો સખત વિરોધ, આ બિલથી મુસ્લિમ સમાજને નુકસાન