Shivalik LPG ship Mundra : LPG સંકટ ટળ્યું: 45000 ટન ગેસ સાથે ભારતીય જહાજ શિવાલિક મુન્દ્રા પહોંચ્યું

Shivalik LPG ship Mundra :

Shivalik LPG ship Mundra : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર તણાવ વચ્ચે ભારત માટે એક અત્યંત રાહતજનક સમાચાર સામે આવ્યા છે. દેશમાં ગેસ સંકટના ડર વચ્ચે એક મોટો જથ્થો સુરક્ષિત રીતે ભારતના કાંઠે પહોંચી ગયો છે.શિવાલિક’ જહાજનું મુન્દ્રા બંદરે પહોંચવું એ માત્ર આર્થિક દ્રષ્ટિએ જ નહીં, પરંતુ દેશના સામાન્ય નાગરિકો માટે પણ બહુ મોટી રાહતની વાત છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા યુદ્ધને કારણે એવી અફવાઓ ફેલાઈ રહી હતી કે દેશમાં રાંધણ ગેસની ભારે અછત સર્જાશે. આ ડરના કારણે લોકોએ પેનિક બુકિંગ (Panic Booking) શરૂ કરી દીધું હતું અને સરકારે પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા હતા. પરંતુ આ 45,000 ટન LPG ના વિશાળ જથ્થાના આગમન સાથે જ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતમાં ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને આગામી દિવસોમાં ગેસ વિતરણ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બની જશે.

‘Shivalik LPG ship Mundra : શિવાલિક’ જહાજની સુરક્ષિત વાપસી:

ભારતીય LPG ટેન્કર (જહાજ) ‘શિવાલિક’ યુદ્ધગ્રસ્ત મધ્ય પૂર્વ ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર આવીને ગુજરાતના મુન્દ્રા પોર્ટ (Mundra Port) પર સુરક્ષિત રીતે પહોંચી ગયું છે.

વિશાળ ગેસનો જથ્થો:

આ જહાજ પોતાની સાથે આશરે 45,000 મેટ્રિક ટન કરતાં પણ વધુ LPG ગેસ લઈને આવ્યું છે. આ વિશાળ જથ્થાથી દેશમાં હાલ ચાલી રહેલી ગેસની અછતની ચિંતાઓમાં મોટો ઘટાડો થશે.

હોર્મુઝનો ખતરનાક માર્ગ કર્યો પાર:

નોંધનીય છે કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે તણાવ અને ઈરાનની ધમકીઓ વચ્ચે આ જહાજ 14 માર્ચના રોજ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) ની જોખમી દરિયાઈ પટ્ટીમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યું હતું.

LPG સંકટ ટળવાની આશા:

તાજેતરમાં યુદ્ધના ભયને કારણે દેશમાં LPG સિલિન્ડરના બુકિંગમાં અચાનક ઉછાળો આવ્યો હતો અને સરકારને નવા કનેક્શન પર રોક લગાવવી પડી હતી. પરંતુ શિવાલિક જહાજના આગમનથી હવે દેશમાં એલપીજી (LPG) નું સંકટ ટળી જવાની પૂરી આશા બંધાઈ છે.

બીજી તરફ, હોર્મુઝ જેવી અત્યંત સંવેદનશીલ અને જોખમી દરિયાઈ પટ્ટીમાંથી ભારતીય જહાજનું સુરક્ષિત રીતે બહાર આવવું, તે ભારતની મજબૂત કૂટનીતિ અને દરિયાઈ ક્ષમતાની મોટી સફળતા દર્શાવે છે. અત્યારે હોર્મુઝ પર ઈરાને કડક નાકાબંધી કરી છે અને દુનિયાભરના અનેક દેશોના જહાજો ત્યાં ફસાયેલા છે. આવા કપરા સમયે ‘શિવાલિક’ નું હેમખેમ પાર થવું એ સાબિત કરે છે કે વૈશ્વિક કટોકટી અને ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે પણ ભારત પોતાની ઉર્જા જરૂરિયાતોને સુરક્ષિત રાખવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે.

 

આ પણ વાંચો: ઇરાન લડાયક મૂડમાં, અમેરિકાને ઓઇલ રિફાઇનરી ઉડાવી દેવાની આપી ધમકી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *