છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં મેઘરાજાની શાહી સવારી, સૌથી વધારે દ્વારકામાં સાડા 6 ઈંચ ખાબક્યો

ગુજરાતમાં મેઘરાજાની ચોમેર મહેર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ પડ્યા છે. સૌથી વધુ વરસાદ દ્વારકામાં સાડા 6 ઈંચ ખાબક્યો છે. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા અનેક ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

સરકારના આંકડા મુજબ દ્વારકામાં સાડા છ ઈંચ, જુનાગઢ તાલુકા અને જુનાગઢ શહેરમાં પાંચ ઈંચ, પાટણ-વેરાવળમાં 4.6 ઈંચ, તલાલામાં 4 ઈંચ, વંથલીમાં 3.6 ઈંચ, મેંદરડામાં 3.4 ઈંચ, માણાવદરમાં 3 ઈંચ, જુનાગઢના માંગરોળમાં 2.4 ઈંચ, વાપીમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.પારડીમાં 45 મીમી, માળિયા હાટિનામાં 41 મીમી, ઉમરગાંવમાં 40 મીમી, રાણાવાવમાં 31 મીમી, ઉપલેટા અને પોરબંદરમાં 30-30 મીમી, વલસાડમાં 27 મીમી, બરવાળામાં 26 મીમી, ચીખલી અને ગણદેવીમાં 25-25 મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ અન્ય 79 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

આજે હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, ડાંગ, તાપી,નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં ભારે વરસાદની સંભાવના છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *