બેલ્જિયમમાં PNB કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીની કરાઇ ધરપકડ,ભારત લાવવાની તૈયારી શરૂ!

બેલ્જિયમથી મોટા સમાચાર છે. પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની અપીલ પર, બેલ્જિયમ પોલીસે શનિવારે (12 એપ્રિલ) ચોકસીની ધરપકડ કરી હતી. ભારતે બેલ્જિયમથી ચોકસીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી છે. ચોક્સી હાલ જેલમાં છે.

જામીનની માંગ કરી શકે છે
પોલીસે ચોક્સીની ધરપકડ કરતી વખતે બે ઓપન-એન્ડેડ ધરપકડ વોરંટનો ઉલ્લેખ કર્યો છે. એવું માનવામાં આવે છે કે ચોક્સી તેની ખરાબ તબિયત અને અન્ય કારણોને ટાંકીને જામીન અને તાત્કાલિક મુક્તિની માંગ કરી શકે છે.

જાણો કોણ છે ચોક્સી અને તેણે કેવી રીતે આ કૌભાંડ આચર્યું
મેહુલ ચોક્સી ભારતનો ભાગેડુ બિઝનેસમેન છે. ભારતમાં 4,000 સ્ટોર્સ ધરાવતી રિટેલ જ્વેલરી ફર્મ ગીતાંજલિ જેમ્સની માલિકી ધરાવે છે. ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદી પર મુંબઈમાં પંજાબ નેશનલ બેંકની બ્રેડી હાઉસ શાખામાં 14 હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો આરોપ છે. આ બંનેએ બેંક અધિકારીઓ સાથે મળીને 2011 અને 2018 વચ્ચે નકલી લેટર્સ ઓફ અંડરટેકિંગ્સ (LoUs) દ્વારા વિદેશી ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *