અમદાવાદ પાલડી ચાર રસ્તા નજીક મસમોટો ભૂવો પડ્યો,જુઓ વીડિયો

મસમોટો ભૂવો-  અમદાવાદમાં રાત્રે પડેલા ભારે વરસાદે શહેરમાં ભારે હાલાકી સર્જી છે. વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સવારે વાહનવ્યવહાર ખોરવાયો હતો. શહેરના મધુમાલતી આવાસમાં ભારે વરસાદને કારણે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, પાલડી ચાર રસ્તા નજીક જાહેર રોડ પર મસમોટો ભૂવો પડ્યો, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

પાલડીમાં ભૂવાને કારણે અકસ્માતનો ખતરો
મસમોટો ભૂવો- પાલડી ચાર રસ્તા નજીક અચાનક રોડ બેસી જવાથી ઊભું થયેલું ભૂવું શહેરના વ્યસ્ત વિસ્તારમાં સમસ્યા બન્યું છે. આ વિસ્તારમાં દિવસ દરમિયાન વાહનોની અવરજવર ખૂબ હોય છે, જેના કારણે અકસ્માતની શક્યતા વધી છે. ભૂવાને કારણે રિક્ષાચાલકો બચી ગયા હોવા છતાં, સ્થાનિક લોકો આ ઘટનાથી આશ્ચર્યચકિત થયા હતા.

પાંચ અંડરપાસ બંધ, બપોર સુધીમાં ફરી શરૂ
ભારે વરસાદને કારણે શહેરના અખબારનગર, મીઠાખળી, પરિમલ, એલ સી મકરબા અને સાબરમતી ડી કેબિન અંડરપાસને બંધ કરવામાં આવ્યા હતા. જોકે, બપોર સુધીમાં તમામ અંડરપાસ ફરીથી કાર્યરત કરવામાં આવ્યા હતા.
શહેરમાં એક જ રાતના વરસાદે આવી ગંભીર પરિસ્થિતિ સર્જી હોવાથી નાગરિકો અને વાહનચાલકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ભૂવાને લઈને તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી છે, જેથી અકસ્માત ટળે અને શહેરનો વ્યવહાર સરળ બને.

 

આ પણ વાંચો-  કરિશ્મા કપૂર પૂર્વ પતિ સંજ્ય કપૂરના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ,જુઓ વીડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *