મહેમદાવાદમાં દારૂ-જુગારના અડ્ડાઓ- ગુજરાતના ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેરમાં વર્ષોથી ખુલ્લેઆમ જુગારધામ અને ઇંગ્લિશ દારૂનું વેચાણ ચાલી રહ્યું છે, જેના કારણે આ શહેર ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કેન્દ્ર તરીકે ઓળખાઈ રહ્યું છે.વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ શહેરના ખાત્રેજ દરવાજા બહાર ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ વેચાણ રિટેલ અને હોલસેલમાં થાય છે અને વેરાઇ માતા વિસ્તારમાં પણ ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે. શહેરમાં આ ઉપરાંત મહેમદાવાદના વાલીખાણ વિસ્તારમાં ઘરોમાં જુગારધામો ચાલી રહ્યા છે, અને વરલી મટકા જેવા જુગાર બેરોકટોક રમાડવામાં આવે છે. આ ઉપરાંત, સ્માર્ટફોન દ્વારા વરલી મટકાના આંકડા લખાવવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે, . વાત્રક બ્રિજથી સેવાદળ તરફ રસ્તા પાસે આવેલી સ્કૂલની બાજુમાં આવેલા ફાર્મ હાઉસમાં મોટાપાયે જુગારધામ ચાલી રહ્યાે છે.
પોલીસની નિષ્ક્રિયતા પર લોકોમાં ચર્ચા
મહેમદાવાદમાં દારૂ-જુગારના અડ્ડાઓ- રાજ્યની પોલીસ સક્રિય હોવાના દાવા કરે છે, પરંતુ મહેમદાવાદમાં પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટ જોવા મળે છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે પોલીસનું અંગત સ્વાર્થ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અવગણવાનું મુખ્ય કારણ છે. આ નિષ્ક્રિયતાને કારણે બૂટલગરો બેફામ બન્યા છે અને મગજમાં રાઇ ભરાઇ ગઇ છે કે અમારા પર કોઇ કાર્યવાહી થઇ શકે નહીં.તેમના આત્મવિશ્વાસ બુલંદી પર છે. મહેમદાવાદના કાયદા અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરે છે.
ગુજરાત સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સખત નિયંત્રણ લાવવાના દાવા કર્યા છે, પરંતુ મહેમદાવાદમાં બૂટલગરો અને જુગારધામોની બેફામ પ્રવૃત્તિઓ ચાલુ છે. વાલીખાણ વિસ્તાર અને સેવાદળ પાસે ચાલતા ફાર્મ હાઉસમાં ખુલ્લેઆમ ચાલતા જુગારધામો અને ખાત્રેજ દરવાજા અને વેરાઇ માતાએ ઇંગ્લિશ દારૂનું વેચાણ શહેરના નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યું છે. સ્થાનિક લોકોનું માનવું છે કે પોલીસની નિષ્ક્રિયતા આ પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન આપી રહી છે.
મહેમદાવાદમાં વધતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસની સક્રિયતા અને સખત કાર્યવાહીની જરૂર છે. સરકારે આવા વિસ્તારોમાં નિયમિત તપાસ અને દરોડા પાડીને બૂટલગરો અને જુગારધામો પર નિયંત્રણ લાવવું જોઈએ. સ્થાનિક નાગરિકો પણ આવી પ્રવૃત્તિઓની જાણકારી પોલીસને આપીને સહકાર આપી શકે છે, જેથી શહેરની કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે.પોલીસની નિષ્કિયતાના લીધે શહેરમાં બૂટલેગરો બેફામ બન્યા છે.
આ પણ વાંચો – ગુજરાતમાં 26-28 જૂન 2025 દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ