મહેમદાવાદ જડબેસલાક બંધ– જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પર્યટકો પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે બુધવારે મહેમદાવાદના તમામ વેપારી એસોસિએશ સ્વૈચ્છિક બંધમાં જોડાયા હતા, શહેરની તમામ દુકાનો જડબેસલાક આતંકી હુમલાના વિરોધમાં બંધ છે.હિન્દુ-મુસ્લિમ સહિતના તમામ વેપારીઓએ હુમલાની કડક નિંદા કરી હતી અને પાકિસ્તાનને જવાબી કાર્યવાહી કરીને બદલો લેવાની માંગ કરી હતી.
મહેમદાવાદ જડબેસલાક બંધ- નોંધનીય છે કે પહેલગામ હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકોના મોત થયા હતા, જેના કારણે સમગ્ર દેશમાં શોક અને રોષનું માહોલ જોવા મળી રહ્યો છે. મહેમદાવાદના વેપારીઓએ પણ પોતાની ભાવનાઓ વ્યક્ત કરતાં આજનો દિવસ બંધ પાળી દેશપ્રેમ અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
નિલેશ પટેલ, ભાજપ શહેર પ્રમુખ મહેમદાવાદ
ઉલ્લેખનીય છે કે મહેમદાવાદ ભાજપના શહેર પ્રમુખ નિલેશ પટેલે જણાવ્યું હતું કે મહેમદાવાદમાં તમામ વેપારીઓ સ્વૈચ્છિકે બંધ પાળ્યો છે, ચાની લારી પણ ખુલ્લી નથી, આ ઉપરાંત દવાખાના પણ શહેરના જડબેસલાક બંધ છે. પહેલગામ આતંકી હુમલાનો સરકાર વહેલીતકે પાકિસ્તાનથી બદલો લેશે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બદલો લેવાનો નિર્ણય લઇ લીધો છે, ભારતીય સેનાને ખુલ્લી છૂટ આપી છે, હવે સેના જવાબી કાર્યવાહી કરશે. પાકિસ્તાન નેસ્તનાબૂદ થઇ જશે, સેના ટાર્ગેટ અને સમયે પોતાનો બદલો લેશે, જેના લીધે દેશના નેતૃત્વ પર અમને ગર્વ છે.
આ પણ વાંચો – PM મોદીનો સીધો સંદેશ, હવે જવાબી હુમલા માટે ટાર્ગેટ અને સમય સેના નક્કી કરશે!