બનાસકાંઠા નાં દાંતા તાલુકામાં થયેલા ભારે વરસાદને પગલે નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગઈ હતી, જેના પરિણામે સ્કૂલે જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને બોરડીયા ગામના બાળકો માટે સ્થિતિ ખૂબ જ કઠિન બની હતી, કારણ કે ત્યારો બોરડીયા જવાના રસ્તે પુલ ન હોવાને કારણે તેમને મકોડી નદી પાર કરવાની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગત રોજ ધોધમાર વરસાદને કારણે નદીમાં નવા નીરની આવક થઈ, જેનાથી 50 થી વધુ બાળકો નદીના કાંઠે ફસાઈ ગયા. વાલીઓ અને ગ્રામજનોને બાળકોએ સલામત રીતે નદી પાર કરાવવામાં સહાય કરવા માટે મોટું પરિશ્રમ કરવું પડ્યું. આ તમામ ઘટનાઓથી વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. રાજ્ય સરકાર આ સ્થિતિની નોંધ લઇને અહીંયા એક પુલની વ્યવ્સથા કરાવી દે તેવી ગ્રામજનોની માંગણી છે.
આજકાલ રાજ્યમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે, જેમાં અનેક તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. બનાસકાંઠા જીલ્લામાં પણ સારો વરસાદ થયો, જેના પરિણામે નદીઓમાં પાણીનું સ્તર વધ્યું. જ્યારે એક તરફ લોકોમાં નદીમાં પાણી આવવાથી આનંદ જોવા મળ્યો, ત્યારે બીજી તરફ બાળકોની સુરક્ષા એક મોટું પ્રશ્ન બની ગઈ.આ ઘટના સાથે જોડાયેલા લોકો અને તંત્રને અસરકારક પગલાં લેવા જરૂરી છે, જેથી આવી પરિસ્થિતિઓથી બાળકોની સલામતી સુનિશ્ચિત થાય. જો કે, વરસાદના સિઝનમાં જે પારાવાર મુશ્કેલી થાય છે તેના નિરાકરણ પ્રશાશને કરવું જોઇએ.
આ પણ વાંચો – વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 1.12 લાખ રૂપિયાની નોકરી માટે અમૂલ્ય તક,જાણો સમગ્ર વિગત