Donald Trump Oath Ceremony : શપથ ગ્રહણ પહેલા મુકેશ અને નીતા અંબાણી ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા,માર્ક ઝકરબર્ગે રાખી હતી ડિનર પાર્ટી

Donald Trump Oath Ceremony

Donald Trump Oath Ceremony – અમેરિકાની રિપબ્લિકન પાર્ટીમાંથી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ શપથ લેવાના છે. આ પહેલા મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે વોશિંગ્ટનમાં ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. ટ્રમ્પની સાથે અમેરિકાના અનેક ઉદ્યોગપતિઓ અને વૈશ્વિક હસ્તીઓએ તેમાં ભાગ લીધો હતો. રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પણ તેમાં ભાગ લીધો હતો.

Donald Trump Oath Ceremony – રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ વોશિંગ્ટન ડીસીમાં નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોતાનો ફોટો પડાવ્યો છે. મુકેશ અંબાણી વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક છે.મુકેશ અંબાણીને રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ દ્વારા આયોજિત રાત્રિભોજન પછી કાર્યક્રમ યોજાયો હતો. સમાચાર એજન્સી ANI અનુસાર, ટ્રમ્પના કેબિનેટના નોમિનેટ અને ચૂંટાયેલા અધિકારીઓ સહિત અન્ય મહાનુભાવો સાથે સમારોહ દરમિયાન અંબાણી સ્ટેજ પર મુખ્ય સ્થાન મેળવે તેવી અપેક્ષા છે.

ટ્રમ્પ સાથે ક્લિક કરેલી તસવીર
રિપોર્ટ અનુસાર, મુકેશ અને નીતા અંબાણી એ ભારતીય ઉદ્યોગ સાહસિકોમાં સામેલ હતા જેમને ટ્રમ્પના ઉદ્ઘાટનના એક દિવસ પહેલા કેન્ડલલાઈટ ડિનર માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. શપથ ગ્રહણ પહેલા આયોજિત ડિનરમાં અંબાણી પરિવારે ઈન્ડસ્ટ્રીના નેતાઓ અને ખુદ ટ્રમ્પ સાથે તસવીરો પડાવી હતી.

કલ્પના મહેતાએ તસવીરો શેર કરી છે રિયલ એસ્ટેટ ઉદ્યોગસાહસિક કલ્પેશ મહેતાએ કપલ સાથેની આ તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઉદ્ઘાટન સમારોહમાં નીતા અને મુકેશ અંબાણી સાથે મેજદાર ક્ષણ. નીતા અને મુકેશ અંબાણી ઉપરાંત, એમેઝોનના માલિક જેફ બેઝોસ આ ફોટામાં વૈશ્વિક બિઝનેસ લીડર્સમાં સામેલ હતા.

 

આ પણ વાંચો –  Gaza Ceasefire Deal : હમાસ પહેલા આ 3 મહિલા બંધકને કરશે મુક્ત? જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *