Terrorist Abdul Rehman Makki killed – મુંબઈ આતંકી હુમલાના ગુનેગાર અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના નાયબ વડા હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું અવસાન થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મક્કીનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું. પાકિસ્તાની મીડિયા અનુસાર હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.
મળતી માહિતી મુજબ, મક્કી મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના ડેપ્યુટી ચીફનો સંબંધી હતો. જમાત-ઉદ-દાવા (JuD) અનુસાર, પ્રોફેસર અબ્દુલ રહેમાન મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને લાહોરની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.UD ચીફ હાફિઝ સઈદના સાળા મક્કીને વર્ષ 2020માં પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે ટેરર ફંડિંગના કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારી હતી. મળતી માહિતી મુજબ મક્કીએ ટેરર ફંડિંગ કેસમાં સજા સંભળાવ્યા બાદ તેની ગતિવિધિઓ ઓછી કરી દીધી હતી. પાકિસ્તાન મુતાહિદા મુસ્લિમ લીગ (PMML) એ એક નિવેદનમાં કહ્યું કે મક્કી પાકિસ્તાની વિચારધારાનો સમર્થક હતો.
આ પણ વાંચો- બિહારમાં ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ ભજન પર વાંધાે