ભારે હોબાળા બાદ Netflix ઝુક્યું, ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ સીરિઝમાં ફેરફાર કરવા તૈયાર

વેબ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ પર ભારે હોબાળો થયા બાદ, OTT પ્લેટફોર્મ Netflix શોની વાંધાજનક સામગ્રીમાં ફેરફાર કરવા માટે સંમત થઈ ગયું છે. આ શ્રેણીમાં આતંકવાદીઓ ભોલા અને શંકરના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સીરિઝના ભારે વિરોધ બાદ સોમવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ જારી કરીને હાજર થવા માટે કહ્યું હતું. આજે Netflix હેડ મોનિકા શેરગિલ મંત્રાલયના અધિકારીઓ સમક્ષ હાજર થઈ હતી.

મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને નેટફ્લિક્સ ઈન્ડિયાના વડા મોનિકાની બેઠકમાં આ વિવાદ પર ચર્ચા થઈ હતી. આ સમય દરમિયાન, Netflix દ્વારા કેન્દ્ર સરકારને કહેવામાં આવ્યું હતું કે તેઓ વેબ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ના વાંધાજનક ભાગમાં ફેરફાર કરવા માટે તૈયાર છે. એ પણ ખાતરી આપવામાં આવી હતી કે ભવિષ્યમાં નેટફ્લિક્સ પર જે પણ ફિલ્મો કે વેબ સિરીઝ રિલીઝ થશે, તે દેશના લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

વેબ સિરીઝ ‘IC 814: The Kandahar Hijack’ પર ભારે હોબાળો થયા બાદ, OTT પ્લેટફોર્મ Netflix શોની વાંધાજનક સામગ્રીમાં ફેરફાર કરવા માટે સંમત થઈ ગયું છે. આ શ્રેણીમાં આતંકવાદીઓ ભોલા અને શંકરના નામને લઈને વિવાદ ચાલી રહ્યો છે.સીરિઝના ભારે વિરોધ બાદ સોમવારે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ જારી કરીને હાજર થવા માટે કહ્યું હતું. આજે Netflix હેડ મોનિકા શેરગિલ મંત્રાલયના અધિકારીઓ સમક્ષ હાજર થઈ હતી.વિજય વર્મા, પત્રલેખા, પંકજ કપૂર અને નસીરુદ્દીન શાહ અભિનીત વેબ સિરીઝ IC 814 ધ કંદહાર હાઇજેક બદલવામાં આવશે. આ સીરીઝ 29મી ઓગસ્ટે રીલિઝ થઈ ત્યારથી જ વિવાદ ચાલી રહ્યો છે. હવે Netflixએ કેન્દ્ર સરકાર સમક્ષ કહ્યું છે કે તે તેના વાંધાજનક ભાગોને હટાવવા માટે તૈયાર છે.

આ પણ વાંચો- વરુ સહિત આ 17 પ્રાણીઓનો શિકાર ન કરી શકાય, જાણો શું કહે છે કાયદો!

આ પણ વાંચો – સુમિત અંતિલે પેરાલિમ્પિકનો રેકોર્ડ તોડીને જીત્યો ગોલ્ડ મેડલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *