પહેલગામ આતંકી હુમલાની તપાસ NIA કરશે – કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દીધી છે. ગૃહ મંત્રાલય (MHA) એ આ સંબંધમાં સત્તાવાર સૂચના જારી કરી છે. હવે NIA આ મામલે ઔપચારિક રીતે કેસ નોંધશે અને વિગતવાર તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર NIAની ટીમ પહેલગામમાં પહેલાથી જ હાજર હતી અને હુમલા બાદ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. એજન્સીની ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પુરાવા એકત્ર કરવામાં વ્યસ્ત છે.
પહેલગામ આતંકી હુમલાની તપાસ NIA કરશે – તપાસ એજન્સી સ્થાનિક પોલીસ પાસેથી કેસ ડાયરી, એફઆઈઆર અને આ મામલાને લગતા અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કરશે. નોંધનીય છે કે તાજેતરના આતંકવાદી હુમલાએ ફરી એકવાર પ્રદેશમાં સુરક્ષાને લઈને ચિંતા વધારી છે. મામલાની ગંભીરતાને જોતા હવે તેને દેશની પ્રમુખ આતંકવાદ વિરોધી એજન્સીને સોંપવામાં આવી છે. NIA ટૂંક સમયમાં હુમલાના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરશે, જેમાં હુમલા પાછળનું કાવતરું, સામેલ આતંકવાદી જૂથોની ભૂમિકા અને સંભવિત સ્લીપર સેલનો સમાવેશ થાય છે.
જાણકારી અનુસાર, NIA પ્રાથમિક તપાસ રિપોર્ટ (FIR), કેસ ડાયરી, પુરાવા અને આ કેસ સાથે સંબંધિત અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો સ્થાનિક પોલીસ પાસેથી લેશે, જેથી તપાસને રાષ્ટ્રીય સ્તરે આગળ વધારી શકાય. અગાઉ, પ્રારંભિક તપાસ જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી, પરંતુ હુમલાની ગંભીરતા અને તે મોટા ષડયંત્રની શક્યતાને ધ્યાનમાં રાખીને, હવે તેને કેન્દ્રીય એજન્સીને સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પહેલગામમાં થયેલો આ હુમલો સુરક્ષા એજન્સીઓ માટે એક મોટો પડકાર બનીને ઉભરી આવ્યો છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, હુમલામાં વિદેશી આતંકવાદીઓની સંડોવણી હોવાના સંકેતો છે, જેના કારણે સુરક્ષા દળો એલર્ટ થઈ ગયા છે. NIA આ હુમલામાં સામેલ આતંકી મોડ્યુલ, સ્થાનિક નેટવર્ક અને સંભવિત સ્લીપર સેલની ભૂમિકાની પણ નજીકથી તપાસ કરશે.
આ પણ વાંચો- ભારત સરકારે મીડિયા એડવાઇઝરી કરી જાહેર,લશ્કરી ગતિવિધિઓનું લાઈવ કવરેજ નહીં જોવા મળે!