USના હુમલાથી કોઈ મોટું નુકસાન થયું નથી,ઇરાને સત્તાવાર આપ્યું નિવેદન

Iran-Israel War –અમેરિકા હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પણ જોડાઈ ગયું છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસ સેનાએ ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાનમાં ઈરાનના પરમાણુ સુવિધાઓ પર ‘ખૂબ જ સફળ’ હુમલા કર્યા છે. અગાઉ, ઈરાને ઇઝરાયલ તરફ ડઝનબંધ ડ્રોન છોડ્યા હતા. યુએસ હુમલા બાદ, ઈરાનની પરમાણુ એજન્સી દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે.દુશ્મનના કાવતરા પછી પણ કામ બંધ નહીં થાય… યુએસ હુમલા બાદ ઈરાનની પરમાણુ એજન્સીનું મોટું નિવેદન. આ સાથે અમરા પરમાણુ ઠેકાણા પર કોઇ મોટું નુકસાન થયું નથી,

Iran-Israel War – અમેરિકાએ ઇરાન પર કર્યો હુમલો: અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઉતરી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની વાયુસેનાએ ફોર્ડો, નાતાન્ઝ અને એસ્ફહાન પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો – ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાન પર મોટો અને સફળ હવાઈ હુમલો કર્યો છે. અમેરિકન સેનાએ સંપૂર્ણ તૈયારી સાથે આ થાણાઓ પર બોમ્બ ફેંક્યા, જેનું મુખ્ય લક્ષ્ય ફોર્ડો હતું.

અમેરિકાએ ઇરાન પર કર્યો હુમલો: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બધા ફાઇટર વિમાનો હવે સુરક્ષિત રીતે ઈરાની હવાઈ ક્ષેત્ર છોડીને પોતાના બેઝ પર પાછા ફરી રહ્યા છે. તેમણે કહ્યું કે દુનિયાની બીજી કોઈ સેના પાસે આવી ક્ષમતા નથી. તેમણે તેને અમેરિકાની લશ્કરી શક્તિની મોટી સિદ્ધિ ગણાવી અને હવે શાંતિની અપીલ કરી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ચિંતિત છે.

અમેરિકાએ B2 બોમ્બરથી ઈરાન પર હવાઈ હુમલો કર્યો

એવું કહેવામાં આવી રહ્યું છે કે યુએસ વાયુસેનાએ B2 બોમ્બરથી ત્રણ પરમાણુ પ્લાન્ટ પર બોમ્બ ફેંક્યા છે. આ હવાઈ હુમલા બાદ અમેરિકાએ મધ્ય પૂર્વમાં સ્થિત તેના તમામ એરબેઝ પર હાઈ એલર્ટ જારી કરી દીધું છે. હવે સ્થાનિક સમય મુજબ, ટ્રમ્પ રાત્રે 10 વાગ્યે દેશને સંબોધિત કરશે. ભારતીય સમય મુજબ, તેમનું સંબોધન સવારે 7.30 વાગ્યે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *