ગુજરાતની સરકારી શાળાઓમાં હવે ગ્રાન્ટ નહીં પણ સીધી મળશે સ્પોર્ટસ કિટ

સ્પોર્ટસ કિટ :ગુજરાત સરકારે રાજ્યની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકો માટે રમત-ગમતને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા કુલ 34,483 સ્પોર્ટ્સ કીટનું વિતરણ કરવામાં આવશે, જેના માટે 29.45 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ સ્પોર્ટ્સ કીટમાં 30 પ્રકારના રમત-ગમતના સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે રાજ્યના દરેક જિલ્લામાં ક્લસ્ટર કક્ષા સુધી વિતરણ કરાશે.

સ્પોર્ટસ કિટ: સ્પોર્ટ્સ કીટનું ઝોન પ્રમાણે વિતરણરાજ્ય સરકારના નિર્ણય અનુસાર, સ્પોર્ટ્સ કીટ શાળા દીઠ તૈયાર કરીને રાજ્યના તમામ જિલ્લાઓમાં ક્લસ્ટર કક્ષાએ વહેંચવામાં આવશે. આ વિતરણ પાંચ ઝોનમાં નીચે મુજબ કરવામાં આવશે:

ઝોન-1: અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા
ઝોન-2: અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા, બોટાદ, કચ્છ, ખેડા, મોરબી, સુરેન્દ્રનગર
ઝોન-3: અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા
ઝોન-4: આણંદ, છોટા-ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ
ઝોન-5: ભરૂચ, નર્મદા, નવસારી, સૂરત, સૂરત મહાનગરપાલિકા, તાપી, ડાંગ, વડોદરા, વડોદરા મહાનગરપાલિકા, વલસાડ

આ ઝોનમાં કુલ 34,400થી વધુ સ્પોર્ટ્સ કીટ ફાળવવામાં આવશે, જેનાથી રાજ્યભરની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને રમત-ગમતની સુવિધા મળશે.

ગ્રાન્ટની જગ્યાએ સીધી સ્પોર્ટ્સ કીટ

સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ વર્ષ 2022માં સરકારી શાળાઓને રમત-ગમતના સાધનો ખરીદવા માટે ગ્રાન્ટ આપવામાં આવતી હતી. જોકે, આ વખતે રાજ્ય સરકારે ગ્રાન્ટની જગ્યાએ સીધી સ્પોર્ટ્સ કીટ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી શાળાઓને ગુણવત્તાયુક્ત રમત-ગમતના સાધનો ઉપલબ્ધ થશે અને વિદ્યાર્થીઓને રમતો રમવા માટે પ્રોત્સાહન મળશે.

સ્પોર્ટ્સ કીટમાં 30 પ્રકારના સાધનોવિદ્યાર્થીઓને આપવામાં આવનારી સ્પોર્ટ્સ કીટમાં વિવિધ રમતો માટે જરૂરી 30 પ્રકારના સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં કેરમ બોર્ડ, ક્રિકેટ બેટ (વિવિધ સાઈઝ), બેડમિન્ટન રેકેટ, શટલ કોક, ફુટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, ડિસ્કસ, શોટ પુટ રબર, જ્વેલીન, ચેસ સેટ, સ્કિપીંગ રોપ, હર્ડલ સેટ, માર્કિંગ કોન્સ સેટ, રિલે બેટન સેટ, સોસર કોન્સ સેટ, ટેની કોઈટ, ક્રિકેટ સ્ટમ્પ સેટ, ટેનિસ બોલ (સોફ્ટ અને હાર્ડ), સ્ટોપ વોચ અને એર હેન્ડ પંપનો સમાવેશ થાય છે. આ સાધનો વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક વિકાસમાં મદદરૂપ થશે.

આ પણ વાંચો-  અંબાજીમાં ભાદરવી પૂનમ મેળો 1થી 7 સપ્ટેમ્બરે યોજાશે, કલેકટરે કરી જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *