Olaએ પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક ‘રોડસ્ટર’ લોન્ચ કરી, જાણો કિંમત અને ફિચર્સ

 Ola Roadster :  દેશની અગ્રણી ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક કંપની ઓલા ઈલેક્ટ્રિકે લાંબી રાહ જોયા બાદ આખરે સત્તાવાર રીતે સ્થાનિક બજારમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઈકલ રેન્જ Ola Roadster લોન્ચ કરી છે. આ બાઇકને રોડસ્ટર એક્સ, રોડસ્ટર અને રોડસ્ટર પ્રોના કુલ ત્રણ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે. આ તમામ વેરિઅન્ટ અલગ-અલગ બેટરી પેક સાથે આવે છે. આ બાઇક રેન્જના બેઝ મૉડલની શરૂઆતની કિંમત એટલે કે Ola Roadster

ઓલા રોડસ્ટર સિરીઝ કિંમત

એન્ટ્રી લેવલ વેરિઅન્ટ Roadster X વિશે વાત કરીએ તો, આ મોડલ ત્રણ બેટરી પેક 2.5kWh, 3.5kWh અને 4.5kWhમાં આવે છે. જેની કિંમત અનુક્રમે રૂ 74,999, રૂ 84,999 અને રૂ 99,999 (એક્સ-શોરૂમ, બેંગલુરુ) છે.જ્યારે મિડ વેરિઅન્ટ એટલે કે રોડસ્ટરને પણ 3 kWh, 4.5kWh અને 6kWhના ત્રણ અલગ-અલગ બેટરી પેક સાથે રજૂ કરવામાં આવ્યું છે. જેની કિંમત રૂ 1,04,999, રૂ 1,19,999 અને રૂ 1,39,999 (એક્સ-શોરૂમ, બેંગલુરુ) છે. આ ઉપરાંત, કંપનીએ માત્ર બે બેટરી પેક 8kWh અને 16kWh સાથે ઉચ્ચ વેરિઅન્ટ એટલે કે Roadster Pro રજૂ કર્યું છે. જેની કિંમત અનુક્રમે રૂ 1,99,999 અને રૂ 2,49,999 (એક્સ-શોરૂમ, બેંગલુરુ) છે.

બેટરીની ક્ષમતા અને કિંમતો ઉપરાંત, પ્રારંભિક બે વેરિઅન્ટ્સ રોડસ્ટર એક્સ અને રોડસ્ટરનો દેખાવ અને ડિઝાઇન મોટાભાગે સમાન છે. રોડસ્ટરનું ટોચનું મોડેલ આ વેરિઅન્ટની ટોપ સ્પીડ 124 કિમી/કલાક છે.જ્યારે બીજા મોડલ રોડસ્ટરનું ટોપ 6kWh વેરિઅન્ટ સિંગલ ચાર્જમાં 248 કિમીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. આ વેરિઅન્ટની ટોપ સ્પીડ 126 કિમી/કલાક છે. રોડસ્ટર પ્રો વિશે વાત કરીએ તો તેની કિંમત સૌથી વધુ છે. તેના ટોપ મોડલ એટલે કે 16kWh બેટરી પેક સાથેના વેરિઅન્ટ વિશે, કંપની દાવો કરે છે કે આ બાઇક એક જ ચાર્જમાં 579 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપવામાં સક્ષમ છે. આ બાઇકમાં 52kWની ઇલેક્ટ્રિક મોટર છે જે 105Nm ટોર્ક જનરેટ કરે છે. તેની ટોપ સ્પીડ પણ 194 કિમી/કલાક છે. જે સામાન્ય રીતે કોઈપણ પેટ્રોલ બાઇક કરતા ઘણી સારી હોય છે. આ વેરિઅન્ટ માત્ર 1.6 સેકન્ડમાં 0 થી 60 કિમી/કલાકની ઝડપ વધારવા માટે સક્ષમ છે.

ફિચર્સ

રોડસ્ટર એક્સમાં કંપનીએ સ્પોર્ટ્સ, નોર્મલ અને ઈકો સહિત ત્રણ રાઈડિંગ મોડ આપ્યા છે. તેમાં 4.3-ઇંચની LCD ડિસ્પ્લે પણ છે જે MoveOS પર કામ કરે છે. તેમાં ઓલા મેપ્સ નેવિગેશન (ટર્ન-બાય-ટર્ન), ક્રૂઝ કંટ્રોલ, DIY મોડ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, OTA અપડેટ, ડિજિટલ કી જેવી સુવિધાઓ આપવામાં આવી છે. તમે આ બાઇકને ઓલા ઇલેક્ટ્રિકની સ્માર્ટફોન એપથી પણ ઓપરેટ કરી શકો છો.

રોડસ્ટર એટલે કે બીજા વેરિઅન્ટમાં કેટલીક વધુ સુવિધાઓ સામેલ કરવામાં આવી છે. તેમાં હાઇપર, સ્પોર્ટ, નોર્મલ અને ઇકો સહિત 4 ડ્રાઇવિંગ મોડ છે. તેમાં મોટી 6.8 ઇંચની TFT ટચસ્ક્રીન ડિસ્પ્લે સિસ્ટમ છે. પ્રોક્સિમિટી અનલોક, ક્રૂઝ કંટ્રોલ, પાર્ટી મોડ, ટેમ્પર એલર્ટ, ક્રુટ્રિમ સહાય જેવી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે.

રોડસ્ટર પ્રોની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, સ્ટીલ ફ્રેમ પર આધારિત આ બાઇકમાં આગળના ભાગમાં અપ-સાઇડ-ડાઉન (USD) ફોર્ક અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન છે. તેમાં 10 ઇંચની TFT ટચસ્ક્રીન ડિસ્પ્લે છે. કંપનીએ આ બાઇકમાં 4 રાઇડિંગ મોડ્સ (હાયપર, સ્પોર્ટ, નોર્મ અને ઇકો) પણ સામેલ કર્યા છે. આ સિવાય તેમાં બે કસ્ટમાઈઝેબલ મોડ પણ ઉપલબ્ધ છે જેને ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ એડ કરી શકે છે.

ઓલા ઈલેક્ટ્રીકના સ્થાપક અને સીઈઓ ભાવિશ અગ્રવાલ કહે છે કે આ તમામ બાઇકનું બુકિંગ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. તે કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી બુક કરી શકાય છે. આ સિવાય કંપની આવતા વર્ષે જાન્યુઆરીથી રોડસ્ટર એક્સ અને રોડસ્ટરની ડિલિવરી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. બીજી તરફ રોડસ્ટર પ્રો માટે બુકિંગ FY26 ના Q4 થી શરૂ થશે

 આ પણ વાંચો-  વીકેન્ડમાં સ્ત્રી-2 ફિલ્મ જોવાની મજા પડી જશે, મજબૂત સ્ટોરી સાથે શ્રદ્વા કપૂરની દમદાર એક્ટિગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *