મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ મંદિરના દ્વાર શ્રધ્ધાળુઓ માટે 42 કલાક રહેશે ખુલ્લા!

Somnath Mahashivratri Puja and Aarti schedule – વિશ્વ પ્રસિદ્ધ ભારતના બાર જયોતિર્લિંગમાંથી એક, સૌરાષ્ટ્રના સાગર તટ પર આવેલ સોમનાથ-પ્રભાસપાટણ ખાતે દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પવિત્ર પર્વ નિમિત્તે, મંદિર ટ્રસ્ટ દ્વારા સોમનાથ ખાતે વિવિધ ધાર્મિક અને સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રધ્ધાળુઓની ભારે ભીડની સંભાવના જોઈને, સોમનાથ મંદિર 42 કલાક સુધી સતત ખુલ્લું રહેશે.

Somnath Mahashivratri Puja and Aarti schedule નોંધનીય છે કેસોમનાથ શિવરાત્રીના પવિત્ર પર્વની ઉજવણી માટે 26 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી 2025 સુધી પૂજા અને આરતીના કાર્યક્રમો સંલગ્ન કરવામાં આવ્યા છે.

  • 26 ફેબ્રુઆરી રાત્રે 8:45 વાગ્યે પ્રથમ પ્રહર પૂજા અને આરતી રાત્રે 9:30 વાગ્યે,
  • 26 ફેબ્રુઆરી રાત્રે 11:00 વાગ્યે બીજું પ્રહર પૂજા અને આરતી રાત્રે 12:30 વાગ્યે,
  • 27 ફેબ્રુઆરી રાત્રે 2:45 વાગ્યે ત્રીજું પ્રહર પૂજા અને આરતી રાત્રે 3:30 વાગ્યે.

આ રીતે, 26 અને 27 ફેબ્રુઆરીમાં વિવિધ પ્રહર પૂજાઓ અને આરતી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સોમનાથ ટ્રસ્ટના આયોજન મુજબ મહાશિવરાત્રીએ સવારે 4 વાગ્યે દર્શનાર્થીઓને દર્શન માટે ખુલશે જે બીજે દિવસે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સવારે ખુલેલુ સતત બંધ થયા વગર 27 ફેબ્રુઆરીના રાત્રીના 10 સુધી દર્શનાર્થીઓ માટે સતત 42 કલાક સુધી ખુલ્લુ રહેશે.

આ પણ વાંચો- લીંબડી-રાજકોટ હાઈવે પર ડમ્પર અને મીની ટ્રાવેલરની ટક્કર, 5ના મોત, 10થી વધુ ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *