Priyanka Chopra Oscars dress : લોસ એન્જલસમાં યોજાયેલા 98મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર 2026) સમારોહ બાદ આયોજિત ‘વેનિટી ફેર આફ્ટર-પાર્ટી’ (Vanity Fair Oscar Party) ફેશન અને ગ્લેમરનું અદભુત કેન્દ્ર બની રહી. સામાન્ય રીતે ઓસ્કારના રેડ કાર્પેટ પર સ્ટાર્સનો જલવો જોવા મળતો હોય છે, પરંતુ આ વખતે ફેશન એક્સપર્ટ્સનું માનવું છે કે આફ્ટર-પાર્ટીનો ફેશન રનવે રેડ કાર્પેટ કરતાં પણ વધુ શાનદાર અને બોલ્ડ રહ્યો. આ વર્ષે પહેલીવાર આ આઇકોનિક પાર્ટીને લોસ એન્જલસ કાઉન્ટી મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે શિફ્ટ કરવામાં આવી હતી, જ્યાં હોલીવુડની દિગ્ગજ હસ્તીઓએ પોતાના સિઝલિંગ આઉટફિટ્સથી મહેફિલ લૂંટી લીધી હતી.

Priyanka Chopra Oscars dress : આ ગ્રાન્ડ આફ્ટર-પાર્ટીમાં ખાસ કરીને સાઉથ એશિયન અને ભારતીય સુંદરીઓનો દબદબો જોવા મળ્યો હતો. ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરાથી લઈને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઈશા અંબાણીએ ભારતીય કલા અને મોડર્ન ફેશનનું ઉત્તમ સંયોજન રજૂ કર્યું. એક તરફ જ્યાં જેનર અને કાર્દાશિયન સિસ્ટર્સે પોતાના બોલ્ડ લુકથી તાપમાન વધાર્યું, ત્યાં બીજી તરફ ઘણી અભિનેત્રીઓએ સિમ્પલ અને ક્લાસિક ડીઝાઈનર આઉટફિટ્સમાં સૌંદર્યના કામણ પાથર્યા.
આફ્ટર-પાર્ટીના મુખ્ય ફેશન હાઇલાઇટ્સ:
પ્રિયંકા ચોપરા: પ્રિયંકાએ ઓસ્કારમાં ડાયોર (Dior) નું કસ્ટમ વ્હાઇટ ગાઉન પહેર્યું હતું. જ્યારે આફ્ટર-પાર્ટી માટે તેણે સ્ટેલા મેકકાર્ટની (Stella McCartney) નું શિમરિંગ શેમ્પેન-ગોલ્ડ મેટાલિક ગાઉન પસંદ કર્યું હતું, જેમાં થાઈ-હાઈ સ્લિટ અને બેકલેસ કટ તેને એક બોલ્ડ લુક આપી રહ્યો હતો.
ઈશા અંબાણી: ઈશાએ પોતાના લુકમાં ભારતીયતાનો સ્પર્શ ઉમેર્યો હતો. તેણે ‘સ્વદેશ’ (Swadesh) ના સહયોગથી દિલેરા ફિન્ડિકોગ્લુ (Dilara Findikoglu) દ્વારા કસ્ટમ ડીઝાઈન કરાયેલું બનારસી બ્રોકેડ સિલ્ક ગાઉન પહેર્યું હતું, જે ભારતીય ટેક્સટાઇલ અને આધુનિક રેડ-કાર્પેટ સ્ટાઈલનું બેસ્ટ મિશ્રણ હતું.

કાર્દાશિયન-જેનર સિસ્ટર્સ: કાઈલી જેનર (Kylie Jenner) બ્લેક મેકક્વીન ગાઉનમાં ટિમોથી ચાલમેટ સાથે જોવા મળી હતી. જ્યારે કેન્ડલ જેનરે આઈસ-બ્લુ કસ્ટમ-મેડ ચેનલ (Chanel) ડ્રેસ પહેર્યો હતો અને કિમ કાર્દાશિયને ગોલ્ડન ગુચી (Gucci) ગાઉનમાં ગ્લેમરનો તડકો લગાવ્યો હતો.
અન્ય સ્ટાર્સનો જલવો: મિન્ડી કલિંગ એલી સાબ (Elie Saab) ના ફ્લોર-લેન્થ ગાઉનમાં જોવા મળી હતી. સિમોન એશલીએ તમરા રાલ્ફ કૌચર ડ્રેસ પહેર્યો હતો, જ્યારે સિંગર દુઆ લિપા અને મોડલ બેલા હદીદે અનુક્રમે સ્કીયાપરેલી (Schiaparelli) અને પ્રાડા (Prada) ના ક્લાસિક અને એલિગન્ટ આઉટફિટ્સ સાથે સાદગી અને સુંદરતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પણ વાંચો: થલાપતિ વિજયે ચૂંટણી જીતવા વચનોની કરી લહાણી, 8 ગ્રામ સોનું અને દર મહિને 2500 રૂપિયાનું વચન

