
ઝારખંડમાં ધોળા દિવસે માઓવાદીઓએ BSNL અને Jioના મોબાઈલ ટાવરને લગાવી આગ
લાતેહાર, ચંદ્રપ્રકાશ સિંહ-CPI માઓવાદીઓ એ શનિવારે બપોરે લાતેહાર જિલ્લાના દૂરના વિસ્તારમાં હુમલો કર્યો અને હંગામો મચાવ્યો. તેઓએ દૌના-દુરુપ ગામમાં BSNL અને Jioના મોબાઈલ ટાવરને આગ ચાંપી દીધી હતી. લાંબા સમય બાદ તે ગામમાં પ્રવેશવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. પોલીસ સતત નક્સલવાદીઓ વિરુદ્ધ અભિયાન ચલાવે છે. તેની અસર એ થઈ કે માઓવાદીઓનો પ્રભાવ ઘણો ઓછો થયો….