ઇરાનનો કતારના એરબેઝ પર હુમલો પણ સાઉદી અરેબિયા અને યુએઈમાં ભારે તણાવ

કતારના એરબેઝ પર હુમલો : ઈરાને કતારના દોહામાં આવેલા યુએસ એરબેઝ અલ ઉદેદ એરને નિશાન બનાવ્યું છે. અહેવાલો અનુસાર, ઈરાને કતાર પર લગભગ 10 મિસાઈલ છોડી છે. ઈરાન દ્વારા કરવામાં આવેલા આ હુમલાથી સમગ્ર મધ્ય પૂર્વ ભયમાં છે. કતારમાં આવેલા યુએસ બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ નવ દેશોમાં સાયરન સંભળાયા છે. કતારની સાથે,…

Read More

ઈરાને કતાર અને ઇરાકમાં અમેરિકન બેઝ પર મિસાઇલથી કર્યો હુમલો

અમેરિકન બેઝ પર હુમલો: ઈરાને કતારમાં અમેરિકન ઠેકાણાઓ પર 6 મિસાઈલ છોડી છે. AXIOS રિપોર્ટરે એક ઈઝરાયલી અધિકારીને ટાંકીને આ દાવો કર્યો છે. આ હુમલાને ઈરાનના અમેરિકા સામે બદલો લેવા તરીકે જોવામાં આવી રહ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે, ખાસ કરીને ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર અમેરિકાના હવાઈ હુમલા પછી.યુએસ લશ્કરી…

Read More

શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી પેટાચૂંટણીની હાર બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

શક્તિસિંહ ગોહિલ રાજીનામું:  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC)ના પ્રમુખ  શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણીઓમાં પાર્ટીની હાર બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામું ગુજરાતના રાજકીય પરિદૃશ્યમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહ્યું છે, જે કોંગ્રેસ પાર્ટીની આંતરિક ગતિશીલતા અને ભવિષ્યની રણનીતિ પર પ્રકાશ પાડે છે. રાજીનામાનું કારણ અને…

Read More

Israel-Iran War: ઈરાનના 6 એરપોર્ટ પર ઇઝરાયેલની એરસ્ટ્રાઇક,15 લશ્કરી વિમાનો અને હેલિકોપ્ટર તબાહ

Israel-Iran War: સોમવાર (23 જૂન) એ ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો 11મો દિવસ છે. રવિવારે (22 જૂન) મોડી રાત્રે ઈરાનના શાહરુદમાં ઈઝરાયલી વાયુસેનાએ બેલિસ્ટિક મિસાઈલ એન્જિન ફેક્ટરી પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં ઘણા એન્જિન બનાવતા મશીનો અને આવશ્યક સાધનોનો નાશ થયો હતો. ઈઝરાયલે તેહરાન, કરમાનશાહ અને હમાદાનમાં પણ હવાઈ હુમલા કર્યા હતા. અમેરિકા ઈરાનમાં 3 પરમાણુ મથકો…

Read More

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 4 કલાકમાં 7.24 ઈંચ વરસાદ, તાપી નદીનો વીયર-કમ-કોઝવે બંધ

સુરત વરસાદ: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવાર, 23 જૂન 2025ના રોજ સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, ખાસ કરીને સુરતમાં, વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં માત્ર ચાર કલાકમાં 7.24 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દૃશ્યો…

Read More

મહેમદાવાદના વોર્ડનં-3ના કાઉન્સિલર ક્યાં ગાયબ? ખાડા અને ગંદકીથી પ્રજા ત્રાહિમામ!

મહેમદાવાદ-પ્રિમોન્સુન :  મહેમદાવાદ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન તૈયારીઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે, જેના કારણે ચોમાસાની શરૂઆતમાં જ શહેરની પરિસ્થિતિ ગંભીર બની છે. ચોમાસા પહેલાં 15 દિવસમાં નગરપાલિકાએ શહેરભરમાં આડેધડ ખાડા ખોદી નાખ્યા, જેના પરિણામે મૂશળધાર વરસાદે રસ્તાઓની હાલત બગાડી દીધી. ખાત્રેજ દરવાજાથી વહોરવાડ અને સાંકડા બજાર સુધીનો મુખ્ય રસ્તો ખાડાઓના કારણે બંધ કરવો પડ્યો, જેની સૌથી વધુ…

Read More

AMC Recruitment 2025: AMCમાં પરીક્ષા વિના ₹1.75 લાખ સુધીની મેળવો નોકરી! જાણો તમામ વિગતો

AMC Recruitment 2025: અમદાવાદમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ખુશખબર! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી હેઠળ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (N.C.D.C.) ગ્રાન્ટ અંતર્ગત મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ માટે 11 માસના કરાર આધારે પાંચ જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો માટે AMCએ વોક-ઈન-ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે,…

Read More

વિસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા અને ભાજપના રાજેશ ચાવડાનો ભવ્ય વિજય

વિસાવદર અને કડી પેટાચૂંટણી પરિણામ: વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ શાનદાર વિજય હાંસલ કર્યો છે. 21 રાઉન્ડની મતગણતરી બાદ ગોપાલ ઇટાલિયાએ 17,581 મતોની જંગી લીડ સાથે ભાજપ અને કોંગ્રેસને પછાડી દીધા. આમ આદમી પાર્ટીને કુલ 75,906 મતો મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58,325 અને કોંગ્રેસના નીતિન રાણપરિયાને 5,491 મતો…

Read More

સીરિયાના દમાસ્કસ ચર્ચમાં મોટો આત્મઘાતી હુમલો,20 લોકોના મોત, અનેક ઘાયલ

સીરિયા દમાસ્કસ ચર્ચમાં આત્મઘાતી હુમલો: રવિવારે સીરિયાની રાજધાની દમાસ્કસમાં એક ચર્ચમાં પ્રાર્થના સભા ચાલી રહી હતી ત્યારે એક ભયાનક આત્મઘાતી વિસ્ફોટ થયો. આ હુમલામાં 20 લોકો માર્યા ગયા અને 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ હુમલો રાજધાનીના મધ્યમાં થયો હતો, જે સીરિયન શાસનનો સૌથી સુરક્ષિત વિસ્તાર માનવામાં આવે છે. સરકારી મીડિયાએ તેને કાયર આતંકવાદી…

Read More

અમદાવાદમાં યુનિટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહેલે સાદાત દ્વારા તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન

યુનિટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અહેલે સાદાત દ્વારા અમદાવાદના સરખેજ સ્થિત  અહદ સ્પોર્ટ્સ ક્લબ ખાતે઼ ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતમાં રહેતા સૈયદ સમાજના એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું , સૈયદ સમાજના ધોરણ 10 અને 12માં ધોરણમાં સારા ટકા લાવ્યા હોય તેવા વિધાર્થીઓનો ખાસ સન્માન રાખવામાં…

Read More