પાકિસ્તાનના PM Shehbaz Sharif સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના મંચ પરથી ફરી એકવાર ખોટા દાવા કરતા પકડાયા છે. ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ માં મળેલી કારમી હારને છુપાવવા માટે, શરીફે સરેઆમ જૂઠ્ઠું ફેલાવ્યું કે પાકિસ્તાની ફાઇટર જેટ્સે ભારતના સાત વિમાનોને તોડી પાડ્યા હતા.શરીફે UNGA માં સંબોધન દરમિયાન કહ્યું કે, “અમારા પાયલોટોએ ઉડાન ભરી અને સાત ભારતીય વિમાનોને કબાડમાં બદલી દીધા.”
તથ્યો શું કહે છે?
PM Shehbaz Sharif : જોકે, તથ્યો આનાથી વિપરીત છે. આ વર્ષે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં થયેલા સંઘર્ષ દરમિયાન ભારતે પાકિસ્તાનના અનેક ફાઇટર જેટ્સને તોડી પાડ્યા હતા. હકીકતમાં, તે સમયે પાકિસ્તાનને યુદ્ધવિરામ માટે ભારત સામે કરગરવું પડ્યું હતું.અગાઉ,ભારતીય એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહે સ્પષ્ટતા કરી હતી કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય વિમાનોએ પાંચ પાકિસ્તાની લડાકુ વિમાનો અને એક મોટા વિમાન ને માર ગિરાવ્યા હતા. પાકિસ્તાને આ દાવાઓના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા નથી, અને ભારતે તેના દાવાઓને પાયાવિહોણા ગણાવીને વારંવાર નકારી કાઢ્યા છે.
‘
PM Shehbaz Sharif એ દાવો કર્યો કે “મારા દેશને પૂર્વીય મોરચેથી ઉશ્કેરણી વિનાના આક્રમણનો સામનો કરવો પડ્યો.” પરંતુ, ‘ઓપરેશન સિંદૂર’ વાસ્તવમાં ભારતે 7 મે, 2025 ના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કર્યું હતું. આ હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન TRF દ્વારા ભારતીય જમીન પર 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી.
ટ્રમ્પની પ્રશંસા અને શાંતિનો પ્રસ્તાવ
પોતાના સંબોધનમાં શરીફે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ પ્રયાસોની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ટ્રમ્પના પ્રયાસોને કારણે દક્ષિણ એશિયામાં યુદ્ધ ટળ્યું અને આ માટે તેમણે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવાની પણ ઘોષણા કરી.જોકે, આંતરરાષ્ટ્રીય મંચ પર સતત જૂઠ્ઠાણું ફેલાવીને અને એક તરફ શાંતિની વાત કરીને, પાકિસ્તાન વૈશ્વિક સ્તરે પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે.
આ પણ વાંચો: અમેરિકામાં હનુમાનજીની પ્રતિમાને લઇને વિવાદ, ભારતીય સમુદાયમાં ભારે રોષ