પાકિસ્તાનમાં નવા ખુલેલા મોલના ઉદ્વઘાટનના દિવસે જ પ્રજાએ લૂંટી લીધો! જુઓ વીડિયો

મોલમાં લૂંટ

મોલમાં લૂંટ:   પાકિસ્તાનના કરાચીમાં નવા ખુલેલા શોપિંગ મોલ ડ્રીમ બજારને તેના ઉદ્ઘાટનના દિવસે જ લૂંટી લેવામાં આવ્યું હતું. વાસ્તવમાં, આ મોલના ઉદ્વઘાટનને શાનદાર બનાવવા માટે, બમ્પર ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું હતું, જેમાં ડિસ્કાઉન્ટની જાણ થતાં જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને પાકિસ્તાની લોકોએ તેની જોરદાર લૂંટ ચલાવી હતી. 50 પાકિસ્તાની રૂપિયાથી ઓછી કિંમતે સામાન વેચવાના વચન સાથે શરૂ થયેલો આ મોલ તેના ઉદઘાટનના દિવસે જ ઘણી હિંસા અને તોડફોડનો ભોગ બન્યો હતો.

પાકિસ્તાનના પ્રથમ મેગા થ્રીફ્ટ સ્ટોરનો સોશિયલ મીડિયા પર જોરદાર પ્રચાર કરવામાં આવ્યો હતો અને ઉદ્ઘાટનના દિવસે કપડાં, એસેસરીઝ અને ઘરની વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું હતું. જેના કારણે હજારો લોકો મોલની બહાર એકઠા થયા હતા અને ઉદ્ઘાટન સમારોહ નિરર્થક પુરો થયો હતો.

વિડિયો વાયરલ થઈ રહ્યો છે  (મોલમાં લૂંટ)
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલિટિક્સ પીડિયા હેન્ડલ સાથે શેર કરવામાં આવેલા આ વીડિયોની સાથે લખવામાં આવ્યું છે કે વિદેશમાં રહેતા પાકિસ્તાની મૂળના એક બિઝનેસમેને કરાચીના ગુલિસ્તાન-એ-જોહર વિસ્તારમાં એક મોટો મોલ ખોલ્યો, જેને તેણે ડ્રીમ બજાર નામ આપ્યું. અને આજે ઉદ્ઘાટનના દિવસે તેમણે ખાસ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી. લગભગ એક લાખ પાકિસ્તાની ગોથના ટોળાએ મોલ પર હુમલો કર્યો અને આખો મોલ લૂંટી લીધો, એક પણ વસ્તુ પાછળ રહી ન હતી.

લોકોએ તમામ સામાન લૂંટી લીધો હતો
ARY ન્યૂઝના અહેવાલ મુજબ, જ્યારે મોલમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે દરવાજા બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે લાકડીઓ સાથે લોકોએ બળજબરીથી કાચના પ્રવેશ દ્વાર તોડી નાખ્યા. આ પછી સ્થિતિ એટલી ભયાનક બની ગઈ કે શહેરનો ટ્રાફિક થંભી ગયો અને હજારો લોકો મોલની બહાર ઉભા જોવા મળ્યા. તોડફોડ દરમિયાન લોકોએ કપડાંની ચોરી કરતા લોકોનો વીડિયો બનાવ્યો હતો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ બધું અડધા કલાકમાં જ થયું. બપોરે 3 વાગ્યે દુકાન ખુલી અને 3:30 સુધીમાં તમામ સામાન ચોરાઈ ગયો હતો

આ પણ વાંચો  – iPhone 16 સિરીઝ 5 કલર ઓપ્શન સાથે લોન્ચ થશે, ફોનમાં થશે આ મોટા ફેરફાર,જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *