iPhone 16 સિરીઝ 5 કલર ઓપ્શન સાથે લોન્ચ થશે, ફોનમાં થશે આ મોટા ફેરફાર,જાણો

iPhone 16

iPhone 16 સિરીઝની લૉન્ચ તારીખ પછી એપલ પ્રેમીઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંપની 9 સપ્ટેમ્બર, 2024ના રોજ બજારમાં iPhone 16, iPhone 16Plus, iPhone 16 Pro અને iPhone 16 Pro Max સહિત ચાર iPhone લોન્ચ કરશે. લોન્ચ પહેલા સીરીઝની ઘણી વિગતો ઓનલાઈન લીક થઈ ગઈ છે. જો તમે પણ નવા iPhoneની રાહ જોઈ રહ્યા છો, તો તમને જણાવી દઈએ કે તેના કલર ઓપ્શનને લઈને એક મોટું અપડેટ આવ્યું છે.

 હાલમાં જ iPhone 16સિરીઝના લોન્ચિંગ પહેલા તેનો એક ડમી વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. વાયરલ વીડિયોમાં iPhone 16 સિરીઝના કલર ઓપ્શન્સ પણ સામે આવ્યા છે. જો લીક્સનું માનીએ તો ગ્રાહકો iPhone 16માં પાંચ કલર ઓપ્શન મેળવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે સીરિઝમાંથી પીળો રંગ હટાવી શકાય છે.

iPhone 16સિરીઝમાં આ કલર વિકલ્પો હશે
iPhone 16સિરીઝ સાથે, ગ્રાહકો આ વખતે કેમેરા મોડ્યુલનું નવું સેટઅપ મેળવી શકે છે. આગામી iPhone સીરિઝનો આ વીડિયો X યુઝર @SonnyDickson દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ વીડિયોમાં iPhone 16 પાંચ કલર ઓપ્શન સાથે બતાવવામાં આવ્યો છે.

જો લીક્સની વાત માનીએ તો iPhone 16સીરિઝ બ્લેક, બ્લુ, ગ્રીન, પિંક, વ્હાઇટ કલરમાં માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. તમને યાદ અપાવી દઈએ કે ગયા વર્ષે Apple દ્વારા iPhone 15 અને iPhone 15 Plus બ્લેક, બ્લૂ, પિંક, ગ્રીન અને યલો કલરમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે યુઝર્સની સીરીઝમાં યલો કલર વેરિઅન્ટ જોવા મળશે નહીં.

iPhone 16સિરીઝમાં મોટા ફેરફારો થશે
તમને જણાવી દઈએ કે Apple iPhone 16સીરિઝના લોન્ચ પહેલા તેના વિશે સતત લીક્સ સામે આવી રહ્યા છે. જો લીક્સની વાત માનીએ તો આ વખતે નવી સીરીઝમાં ઘણા બદલાવ જોવા મળી શકે છે. નવા કેમેરા મોડ્યુલ સાથે, વપરાશકર્તાઓ શ્રેણીમાં એક મોટું ડિસ્પ્લે અને નવો ચિપસેટ જોઈ શકે છે.

આ પણ વાંચો –  Bajaj Housing Financeનો આ તારીખે IPO આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *