PM મોદી આજે ગુજરાતની મુલાકાતે: વાવ-થરાદમાં ₹20,000 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ

પીએમ મોદી ગુજરાત મુલાકાત

પીએમ મોદી ગુજરાત મુલાકાત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 31 માર્ચ 2026 ના રોજ ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યને ₹20,000 કરોડથી વધુના વિવિધ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સની ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદીનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે યોજાશે, જ્યાં તેઓ અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

પીએમ મોદી ગુજરાત મુલાકાત : વાવ-થરાદમાં મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત

વડાપ્રધાન મોદી વાવ-થરાદ ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધિત કરશે. અહીં તેઓ ₹20,000 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા રેલવે, માર્ગ પરિવહન, આરોગ્ય, શહેરી અને ગ્રામીણ વિકાસ, પાવર અને આદિજાતિ વિકાસ ક્ષેત્રના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ તમામ પ્રોજેક્ટ્સ ઉત્તર ગુજરાત અને સમગ્ર રાજ્યના આર્થિક વિકાસને નવી ગતિ આપશે.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન

આજના કાર્યક્રમમાં વડાપ્રધાન ₹5,100 કરોડના ખર્ચે તૈયાર થયેલા શાનદાર અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું લોકાર્પણ કરશે. આ એક્સેસ-કંટ્રોલ્ડ એક્સપ્રેસવે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR) ના ઔદ્યોગિક વિકાસને વેગ આપશે અને કનેક્ટિવિટીમાં મોટો સુધારો લાવશે.

સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટની શરૂઆત

વાવ-થરાદના કાર્યક્રમ પહેલા પીએમ મોદી અમદાવાદના સાણંદ ખાતે ‘કાયન્સ સેમિકોન પ્લાન્ટ’ (Kaynes Semicon Plant) નું ઉદ્ઘાટન કરશે. આ ભારતનો બીજો OSAT યુનિટ છે, જે દેશના સેમિકન્ડક્ટર અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે.

ગાંધીનગરમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ ખુલ્લું મુકાશે

આજે મહાવીર જયંતીના પાવન પર્વે વડાપ્રધાન ગાંધીનગરના કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’ નું ઉદ્ઘાટન કરશે. આ મ્યુઝિયમ જૈન ધર્મના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને ઉજાગર કરશે અને મુલાકાતીઓને આધુનિક ડિજિટલ ટેકનોલોજી દ્વારા ઇતિહાસની રોમાંચક ઝાંખી કરાવશે.

રસ્તા, વીજળી અને પ્રવાસન ક્ષેત્રે મોટી ભેટ

વડાપ્રધાન ખાવડા પૂલિંગ સ્ટેશન-2 સહિત પાવર ટ્રાન્સમિશનના મોટા પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરશે. આ ઉપરાંત ઈડર-બડોલી બાયપાસ અને ધોળાવીરા-સંતલપુર હાઈવેના નિર્માણનું ખાતમુહૂર્ત પણ કરશે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે પાટણની રાણકી વાવ ખાતે ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ અને વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે ‘વોટર સ્ક્રીન પ્રોજેક્શન શો’ નું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.

આ પણ વાંચો: Gujarat Tenancy Act 2026 : ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ગણોતિયાઓને જમીન માલિક બનવા વધુ એક વર્ષની મહોલત મળી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *