પહલગામ આતંકવાદી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 6 જૂન, 2025ના રોજ પ્રથમ વખત જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલ, ચેનાબ રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું. આ પુલ ચેનાબ નદીથી 359 મીટરની ઊંચાઈએ આવેલો છે અને 1315 મીટર લાંબો સ્ટીલનો કમાન પુલ છે. ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ પુલ પર તિરંગો લહેરાવ્યો અને અંજી પુલનું પણ ઉદ્ઘાટન કર્યું.
ચેનાબ રેલ પુલ નું નિરીક્ષણ અને મુખ્યમંત્રી સાથે ચર્ચા
પીએમ મોદીએ ચેનાબ પુલનું નિરીક્ષણ કર્યું અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સાથે વાતચીત કરી. આ દરમિયાન રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા. પીએમ મોદીએ બે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી, જે કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
રૂ. 46,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ
પીએમ મોદીએ કટરા ખાતે રૂ. 46,000 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો, જેમાં વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ માટેના આધાર પ્રોજેક્ટનો સમાવેશ થ Aka. આ ઉપરાંત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-701 પર રફિયાબાદથી કુપવાડા સુધીના માર્ગને પહોળો કરવાનો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-444 પર શોપિયન બાયપાસ રોડના નિર્માણનો શિલાન્યાસ પણ કરવામાં આવશે, જેનો ખર્ચ રૂ. 1952 કરોડથી વધુ હશે.
USBRL પ્રોજેક્ટ: કાશ્મીરને દેશ સાથે જોડવાની ઐતિહાસિક યાત્રા
ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનું કામ 1997માં શરૂ થયું હતું, જેનો હેતુ કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે રેલ માર્ગે જોડવાનો હતો. ભૂસ્તરશાસ્ત્રીય અને હવામાનશાસ્ત્રીય પડકારોને કારણે આ પ્રોજેક્ટની સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી, અને તેનો ખર્ચ રૂ. 41,000 કરોડથી વધુ થયો.
આ પણ વાંચો- દેશમાં શરુ થશે આ તારીખથી જાતિ આધારિત વસ્તી ગણતરી,જાણો