PM Modi UAE President : પશ્ચિમ એશિયા (Middle East) માં ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક સ્તરે વર્તાઈ રહી છે. આ વધતા તણાવ વચ્ચે ભારત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ફોન પર વિગતવાર વાતચીત કરી હતી.
આ વાતચીત દરમિયાન બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની વર્તમાન યુદ્ધની સ્થિતિ પર ગંભીર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ તાજેતરમાં UAE પર થયેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી હતી, જેમાં નિર્દોષ નાગરિકોના જીવ ગયા હતા અને માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત, બંને દેશો વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) માંથી જહાજોની સુરક્ષિત અને મુક્ત અવરજવર ચાલુ રાખવા અંગે પણ સંમતિ સધાઈ હતી.
Spoke with my brother HH Sheikh Mohamed bin Zayed Al Nahyan, President of the UAE and conveyed advance Eid greetings.
We discussed the current situation in West Asia. Reiterated India’s strong condemnation of all attacks on the UAE that have resulted in loss of innocent lives…
— Narendra Modi (@narendramodi) March 17, 2026
PM Modi UAE President ઈદની શુભેચ્છાઓ અને હુમલાની આકરી નિંદા
પીએમ મોદીએ ફોન કોલની શરૂઆતમાં જ UAE ના રાષ્ટ્રપતિને ઈદની અગાઉથી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારતે UAE પર થયેલા તે તમામ હુમલાઓની સખત નિંદા કરી છે, જેણે સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડ્યું છે અને માળખાગત સુવિધાઓને બરબાદ કરી છે.
હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા અને શાંતિની અપીલ
ભારત અને UAE બંને નેતાઓ એ વાત પર દ્રઢપણે સહમત થયા હતા કે વિશ્વભરના સપ્લાય ચેઈનને જાળવી રાખવા માટે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માંથી જહાજોનું સુરક્ષિત અને અવરોધમુક્ત પરિવહન સુનિશ્ચિત કરવું અત્યંત જરૂરી છે. આ સાથે જ, બંને દેશોએ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં વહેલી તકે શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પાછી લાવવા માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી.
વૈશ્વિક મંચ પર PM મોદીની સક્રિય મુત્સદ્દીગીરી
અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા બાદ શરૂ થયેલા આ સંઘર્ષ પછી પીએમ મોદીની UAE રાષ્ટ્રપતિ સાથે આ બીજી વાતચીત છે. આ દર્શાવે છે કે ભારત આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે કેટલું ગંભીર છે. આ ઉપરાંત, ભારત સરકારે સાઉદી અરેબિયા, બહેરીન, કુવૈત, ઓમાન, જોર્ડન, ઇઝરાયલ અને ઈરાનના નેતાઓ સાથે પણ સતત સંપર્ક જાળવી રાખ્યો છે.
આ પણ વાંચો: Joe Kent Resignation : અમેરિકાના NCTC ચીફ જો કૈન્ટે આપ્યું ચોંકાવનારું રાજીનામું

