અમદાવાદની પોળોના ધાબા – ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અમદાવાદની ઉત્તરાયણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ દરમિયાન, કોટ વિસ્તાર અને પોળોમાં ઉત્તરાયણના બે દિવસોનું ભાડું જાણીને ચોંકી જશો. 14 અને 15 તારીખનો આ બે દિવસીય ઉત્સવ અનેક લોકો માટે કમાણીનો શ્રેષ્ઠ માધ્યમ બની ગયો છે.
અમદાવાદની પોળોના ધાબા- નોંધનીય છે કે પોળોમાં ધાબું ભાડે આપતાં લોકોના કહેવા મુજબ, અમે ફૂડ, પાણી, નાસ્તો, માંજો અને પતંગ સવારથી સાંજ સુધી આપીએ છીએ. જો અમે તેમને સારી સુવિધા આપીશું તો ફરી વખત તેઓ ચોક્કસ આવે.પોળાના ધાબા મોટાં હોવાથી તેમાં 40થી 50 લોકો સરળતાથી રહી શકે છે. દરેક વ્યક્તિ માટે ભાડું રૂ. 4000 હોય છે, જેના કારણે 10 લોકોના ગ્રુપ માટે કુલ 40,000 રૂપિયા ભાડું પોસાઇ શકે છે. જો કોઈ એનઆરઆઈ (નોન-રેસિડન્ટ ઈન્ડિયન) આવે, તો તેઓ સામાન્ય રીતે ડૉલરમાં ચર્ચા કરે છે. આવા કેસમાં, દરેક વ્યક્તિ પાસેથી 92 ડૉલર ભાડું લેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ઘણી કોર્પોરેટ કંપનીઓ પણ તેમના કર્મચારીઓ માટે પોળોમાં ઉત્તરાયણ માણવાની વ્યવસ્થા કરતી હોય છે. જો 15-20 કર્મચારીઓની ટીમ શહેરની મધ્યમાં ઉત્તરાયણનો આનંદ માણવા માંગતી હોય તો ધાબા માલિકોને રૂ. 80,000 થી રૂ. 1,00,000 કમાવવાની તક મળે છે.
આ પણ વાંચો – Social Media: સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે ઉંમર ચકાસણી ફરજિયાત: સરકારની જાહેરાત