જામીઆ પ્રી-પ્રાઇમરી સ્કૂલ- અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી જામીઆ પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં પ્રોજેકટ એક્ઝિબેશન યોજાયો, આ પ્રોજેકટ એકઝિબેશનમાં જામીઆ પ્રી-પ્રાઇમરી સ્કૂલ ના વિધાર્થીઓ જુદા-જુદા વિષયો પર પ્રોજેકટ બનાવીને લાવ્યા હતા. આ પ્રોજેકટ એક્ઝિબેશનમાં વિધાર્થીઓ પોતાન પ્રોજેકટ બતાવ્યા હતા અને પ્રોજેકટની સામાન્ય રૂપરેખાની માહિતી આપી હતી. જામીઆ પ્રી -પ્રાયમરી ઇગ્લિંશ મીડિય સ્કૂલમાં વિધાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય અને પ્રેઝન્ટેશન સારી રીતે કરી શકે તે અનુસંધાનમાં જુદી જુદી પ્રવૃતિ કરાવવામાં આવે છે. આ ઇંગ્લિશ મીડિય સ્કૂલના વિધાર્થીઓએ ભારે ઉત્સાહ સાથે પ્રોજેકટ એક્ઝિબેશનમાં ભાગ લીધો હતો.
નોંધનીય છે કે જામીઆ પ્રી થી લઇને પ્રાથમિક શાળા સુધીનો અભ્યાસ હાલ ચલાવે છે. તમામ વિધાર્થીઓ પર શિક્ષકો વ્યક્તિગત ધ્યાન આપીને તેમન ભણતર સાથે તેમના કૌશલ્યની ક્ષમતા પણ બહાર લાવવાનું ભગીરથ કાર્ય કરે છે. જામીઆ પ્રી- પ્રાઇમરી સ્કૂલમાં પ્રોજેકટ એક્ઝિબેશન યોજાયો હતો, વિધાર્થીઓ પર્યાવરણ, જુદા જુદા ફળો, જીવજંતુઓ ,ભારત દેશની કરન્સી સહિત મહિનાઓ સાથેના વિવિધ વિષયો પર પ્રોજેકટ તૈયાર કરીને આવ્યા હતા. તમામ વિધાર્થીઓ પોતાના પ્રોજેકટ અંગેની માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે જામીઆ પ્રી- પ્રાયમરી સ્કૂલના પ્રિન્સીપાલ જાવેદ શેખ જણાવ્યું હતું કે અમે સ્કૂલમાં સાંસ્કૃતિક સહિતના જુદા જુદા કાર્યક્રમ નિયમિત યોજીએ છીએ જેના થકી બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને તે પોતાની ક્ષમતા કેળવે,અમારી સ્કૂલના શિક્ષકો વિધાર્થીઓ પર વિશેષ ધ્યાન આપે છે
Pre-Primary Project Exhibition Year 2024
Jamia Hafsah School
Englidh Medium
Sarkhej, Ahmedabad
contact : 9924892782
આ પણ વાંચો – ધારાસભ્ય અમિત ઠાકરે મકતમપુરા વોર્ડમાં અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટરનું કર્યું ઉદ્વઘાટન