property documents new rule : ગુજરાત સરકાર દ્વારા મિલકત દસ્તાવેજોની નોંધણી માટે મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. હવેથી જો ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં રેખાંશ અને અક્ષાંશની વિગત આપવામાં નહીં આવે, તો તે દસ્તાવેજ માન્ય ગણાશે નહીં.
દસ્તાવેજ માટે નવો નિયમ શું છે?
રાજ્ય સરકારે જાહેર કરેલા પરિપત્ર અનુસાર, કોઈપણ ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં અક્ષાંશ (Latitude) અને રેખાંશ (Longitude) ફરજિયાતપણે દાખલ કરવું પડશે. સરકારના ધ્યાનમાં આવ્યું છે કે મિલકતના દસ્તાવેજોમાં બાંધકામના ફોટોગ્રાફ્સ દર્શાવવામાં આવતા નથી, જેના કારણે સરકારને સ્ટેમ્પ ડ્યુટીમાં નુકસાન થતું હતું. આ નુકસાન રોકવા માટે, ફોટોગ્રાફ્સ સાથે પ્લોટના ચોક્કસ ભૂગોળીય સ્થાનની વિગતો પણ સામેલ કરવી ફરજિયાત રહેશે.
જો દસ્તાવેજમાં આ વિગતો નહી હોય, તો સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં તે દસ્તાવેજોની નોંધણી રદ કરવામાં આવશે.
સરકારી પરિપત્રમાં શું જણાવાયું?
મિલકતના દસ્તાવેજોમાં 5”x7” કદનો રંગીન ફોટોગ્રાફ સામેલ કરવો ફરજિયાત રહેશે.
ફોટોના નીચે મિલકતનું સંપૂર્ણ પોસ્ટલ સરનામું લખવું પડશે.
દસ્તાવેજના તમામ પક્ષકારોએ ફોટોગ્રાફની નીચે સહી કરવાની રહેશે.
ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાંLatitude-Longitude ના સ્પષ્ટ ઉલ્લેખ વિના નોંધણી માન્ય ગણાશે નહીં.
ક્યારે થશે અમલ?
ગુજરાત સરકારના આ નવા નિયમો 01 એપ્રિલ 2025થી લાગુ થશે. એટલે કે, આ તારીખ બાદ જો કોઈ પણ વ્યક્તિ મિલકતનો દસ્તાવેજ નોંધાવવા માંગશે, તો તેને આ નવા નિયમોનું પાલન કરવું પડશે.
આ નવું નિયમન મિલકત દસ્તાવેજોમાં પારદર્શકતા લાવશે અને છેતરપિંડી રોકવામાં મદદરૂપ થશે.