PV Sindhu Marriage: ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ લગ્ન કરી લીધા છે અને તેના લગ્નની પ્રથમ તસવીર પણ સામે આવી છે.ભારતની સ્ટાર બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. સિંધુએ રાજસ્થાનના ઉદયપુરમાં બિઝનેસમેન વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા .સિંધુ અને વેંકટે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. પીવી સિંધુના લગ્નની પહેલી તસવીર પણ સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સિંધુના લગ્નમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ હાજરી આપી હતી. તેણે સિંધુની તસવીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.
લગ્નમાં કેન્દ્રીય મંત્રીએ હાજરી આપી હતી
પીવી સિંધુએ બિઝનેસમેન વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન ઉદયપુરમાં થયા છે. તેમના લગ્નમાં નજીકના સંબંધીઓની સાથે કેટલાક ખાસ લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત હાજર રહ્યા હતા. તેણે પીવી સિંધુ અને વેંકટ દત્તા સાંઈના લગ્નની પ્રથમ તસવીર પણ શેર કરી છે. જો કે મંગળવારે રિસેપ્શન થશે, જેમાં ઘણા મોટા નામો હાજરી આપી શકે છે. સચિન તેંડુલકરને પણ સિંધુ અને દત્તાએ આમંત્રણ આપ્યું છે. બંને સચિનના ઘરે પણ ગયા હતા.
કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે તસવીર સાથે લખ્યું, “ગઈકાલે સાંજે ઉદયપુરમાં વેંકટ દત્ત સાઈ સાથે અમારી બેડમિન્ટન ચેમ્પિયન ઓલિમ્પિયન પીવી સિંધુના લગ્ન સમારોહમાં હાજરી આપીને આનંદ થયો અને હું દંપતીને તેમના નવા જીવન માટે શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવું છું.”
પીવી સિંધુ લક્ઝુરિયસ સાડીમાં જોવા મળી હતી. સામાન્ય રીતે દુલ્હન લાલ રંગની સાડી પહેરે છે. પરંતુ સિંધુએ સુંદર સાડી પહેરી છે. તેણે ગોલ્ડન ક્રીમ રંગની સાડી પહેરી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રિસેપ્શનમાં સિંધુ શું પહેરે છે.ધુએ રાજસ્થાનના ઉદયપુરમાં બિઝનેસમેન વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા .સિંધુ અને વેંકટે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. પીવી સિંધુના લગ્નની પહેલી તસવીર પણ સામે આવી છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સિંધુના લગ્નમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ હાજરી આપી હતી. તેણે સિંધુની તસવીર સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.
આ પણ વાંચો – ભાજપના નેતાનું મોટું નિવેદન, ‘મનુસ્મૃતિનું અપમાન કરવું એ અપરાધ છે…’