New SOP In PMJAY : અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયેલા PMJAY યોજનાના કૌભાંડ બાદ સરકાર 40 દિવસોમાં સક્રિય થઈ છે. આજે 23 ડિસેમ્બરે રાજ્ય સરકારે નવી SOP જાહેર કરી છે, જેમાં કાર્ડિયોલોજી સેવાઓ માટે ફુલ-ટાઇમ કાર્યરત સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી SOP માં વિવિધ પ્રકારની સારવાર માટે અલગ અલગ માર્ગદર્શિકાઓ છે.
આ SOP અનુસાર, જો દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી થાય છે, તો તેના પરિવાર અને આરોગ્ય વિભાગને પૂરાવા સ્વરૂપે સીડી આપવી પડશે.
કાર્ડિયોલોજી સેવાઓ: નવી SOP માં કાર્ડિયોલોજી સારવાર માટે કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ-ટાઇમ કામ કરતાં સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર્દીઓ માટે કાર્યકર અને સંયુક્ત શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે, ફુલ-ટાઇમ કાર્ડિયાક એનિવેસ્ટેટિસ્ટ અને ફિજિયોથેરાપિસ્ટ હોસ્ટિબલમાં ફરજીયાત હશે.
કેન્સર સારવાર: કેન્સરના દર્દીઓ માટેના ખાસ માર્ગદર્શન મુજબ, મેડિકલ, સર્જિકલ, અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટની સંયુક્ત ટીમ ટ્યૂમર બોર્ડ દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. TBC (ટ્યૂમર બોર્ડ સર્ટિફિકેટ) નો અપલોડ કરવો ફરજીયાત રહેશે.
TKR/THR ઓપરેશન્સ: Total Knee Replacement (TKR) અને Total Hip Replacement (THR) ઓપરેશન્સ કરતી હોસ્પિટલોએ “ઓર્થોપેડિક અને પોલીટ્રોમા” કેસોને 30% સુધી સારવાર આપવાની ફરજિયાતી જાહેર કરી છે.
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ: આ સ્પેશલિટી હેઠળના દરેક સર્જરી માટે VIDEO રેકોર્ડિંગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજીયાત કરવું પડશે.
સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU): ખાનગી હોસ્પિટલોમાં ચાલી રહેલી યોજનાની ફરીથી તપાસ માટે SAFUને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.
અંતે, આ નવી SOP સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર ગુણવત્તાયુક્ત, પારદર્શી, અને શ્રેષ્ઠ સારવાર આપવા માટે સંકલિત પ્રયાસો કરી રહી છે.
આ પણ વાંચો – ભાજપના નેતાનું મોટું નિવેદન, ‘મનુસ્મૃતિનું અપમાન કરવું એ અપરાધ છે…’