ગુજરાતમાં આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

હવામાન વિભાગની આગાહી – ગુજરાતમાં ભર ઉનાળે થયેલા જોરદાર વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું હતું. છેલ્લા બે દિવસથી વરસાદથી રાહત મળી હોવા છતાં, હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
ચોમાસું 15 જૂનની આસપાસ ગુજરાતમાં દસ્તક આપશે
હવામાન વિભાગની આગાહી – હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ પહોંચશે, જે ખેડૂતો માટે સારા સમાચાર છે. 21થી 23 જૂન દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત, જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે, જેનાથી ખેડૂતોને સારો પાક મેળવવાની
આશા જાગી છે.
દેશના અન્ય ભાગોમાં પણ વરસાદની આગાહી
10થી 12 જૂન દરમિયાન મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 13થી 15 જૂન દરમિયાન દેશના પૂર્વીય ભાગો અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ સાથે પૂરની આશંકા છે. હવામાન વિભાગે જણાવ્યું કે આ વર્ષે ચોમાસું સારું રહેશે, જે ખેતી માટે અનુકૂળ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *