ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 11મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 રનના નજીકના માર્જિનથી હરાવીને સિઝનની તેમની પ્રથમ જીત નોંધાવી હતી. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા. નીતીશ રાણા રાજસ્થાનનો સૌથી સફળ બેટ્સમેન હતો, તેણે 36 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી. આ પછી જીત માટે 183 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવી શકી હતી.
ચેન્નાઈને જીતવા માટે છેલ્લી ઓવરમાં 20 રન બનાવવાના હતા પરંતુ ધોની પહેલા જ બોલ પર આઉટ થયા બાદ ચેન્નાઈ છેલ્લી ઓવરમાં 13 રન બનાવી શકી અને મેચ હારી ગઈ. ચેન્નાઈની આ સતત બીજી હાર છે. આમ છતાં ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. રાજસ્થાનની ટીમ સિઝનની પ્રથમ જીત બાદ 10માથી નવમા સ્થાને પહોંચી ગઈ છે.
IPLના ઈતિહાસમાં રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચે 30 મેચ રમાઈ છે. આ ત્રીસ મેચોમાંથી રાજસ્થાન રોયલ્સે 14 મેચ જીતી છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે 16 મેચ જીતી છે. આજે આ બંને ટીમો વચ્ચે રાજસ્થાન રોયલ્સના બીજા હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીમાં મેચ યોજાવા જઈ રહી છે. આ મેદાન પર બંને પહેલીવાર એકબીજાની સામે છે.