Raju Karpada Joins BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી [Gujarat Local Body Election] પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના મુદ્દે ચર્ચામાં રહેલા અને આમ આદમી પાર્ટી [AAP] ના પૂર્વ નેતા રાજુ કરપડા [Raju Karpada] ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય ‘કમલમ્’ ખાતે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા [Gordhan Zadafia] અને ભરત બોઘરા [Bharat Boghara] ની ઉપસ્થિતિમાં તેમણે કેસરિયો ધારણ કર્યો હતો. તેમની સાથે બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના અનેક કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા.
વિપક્ષમાં રહીને ચહેરો ચમકે, પણ કામ તો સત્તા પક્ષમાં જ થાય [Raju Karpada Political Shift]
ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “હડદડની હિંસા બાદ જેલમાં રહીને મેં આત્મમંથન કર્યું હતું. મને સમજાયું કે માત્ર આંદોલનો અને વિરોધ કરવા કરતા સરકાર સાથે રહીને ખેડૂતોના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવી શકાય છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાંથી કડદાપ્રથા [Kaddapratha] નાબૂદ કરવામાં ભાજપ સરકારનો મહત્વનો ફાળો છે. આવનારા દિવસોમાં તેઓ ભાજપના એક વફાદાર સૈનિક તરીકે કામ કરશે અને ચૂંટણી લડવી કે નહીં તેનો નિર્ણય પક્ષ પર છોડ્યો છે.
આમ આદમી પાર્ટીના આક્ષેપો [AAP Reaction on Raju Karpada]
રાજુ કરપડાના પક્ષપલટા બાદ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે [Pravin Ram] આકરા પ્રહાર કર્યા હતા. તેમણે એક વીડિયો સંદેશમાં જણાવ્યું કે, “અમે પહેલેથી જ કહેતા હતા કે જેલમાં જ ખેડૂતોના આંદોલનનો સોદો થઈ ગયો હતો. આજે તેમના ભાજપમાં જોડાવાથી તેમણે અગાઉ અમારી પાર્ટી પર કરેલા તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા છે.” કરપડા વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા [Chotila] બેઠક પરથી ‘આપ’ ના ઉમેદવાર તરીકે 45,000 થી વધુ મત મેળવી બીજા ક્રમે રહ્યા હતા.
રાજુ કરપડાની ખેડૂત નેતા તરીકેની સફર [Raju Karpada Career and Disputes]
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના વતની રાજુ કરપડા વર્ષ 2018 થી ખેડૂત આગેવાન સાગર રબારી [Sagar Rabari] સાથે જોડાઈને સક્રિય થયા હતા. તેમણે પાક વીમા [Crop Insurance] અને જમીન માપણીના પ્રશ્નો મુદ્દે હાઈકોર્ટ [High Court] સુધી લડત આપીને ખેડૂતોને ન્યાય અપાવ્યો હતો. જોકે, તેમની સામે ચોટીલામાં ફાયરિંગ અને બોટાદના હડદડ ગામે થયેલી હિંસા સહિતના ફોજદારી કેસો [Criminal Cases] પણ નોંધાયેલા છે. બોટાદની હિંસામાં તેઓ મુખ્ય આરોપી તરીકે જેલમાં પણ ગયા હતા.

