તેલંગાણામાં રેવંત રેડ્ડી સરકારે OBC કેટેગરી માટે કરી મોટી જાહેરાત, શિક્ષણ, રોજગાર અને રાજકારણમાં મળશે 42% અનામત

તેલંગાણાની રેવંત રેડ્ડી સરકારે રાજ્યના OBC વર્ગના લોકો માટે અનામતને લઈને મોટી જાહેરાત કરી છે. હવે રાજ્યમાં નવી જોગવાઈ હેઠળ ઓબીસી વર્ગના લોકોને શિક્ષણ, નોકરી અને રાજકીય નેતૃત્વમાં 42 ટકા અનામત મળશે. રાજકીય રીતે આને મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ એક પોસ્ટમાં લખ્યું છે હવે અમે જીવન, શિક્ષણ, નોકરી, રોજગાર અને રાજકીય પ્રતિનિધિત્વના તમામ ક્ષેત્રોમાં આ જૂથ માટે 42 ટકા અનામત નક્કી કરવાનો સંકલ્પ કરી રહ્યા છીએ.સીએમ રેવન્ત રેડ્ડીએ કહ્યું કે તેલંગાણાને ભારતમાં સામાજિક ક્રાંતિનું નેતૃત્વ કરવામાં ગર્વ છે. હું ગર્વ અનુભવું છું કે ભારતીય આઝાદી પછી પછાત જૂથોની સૌથી લાંબી પડતર માંગ, પછાત જાતિના આપણા ભાઈઓ અને બહેનોની સત્તાવાર વસ્તી ગણતરીમાં ગણતરી અને માન્યતાની ઈચ્છા આખરે પૂરી થઈ છે.

નોંધનીય છે કે સીએમ રેવંત રેડ્ડીએ વિધાનસભામાં કહ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો ઓબીસી અનામતને વધારીને 42 ટકા કરવામાં આવશે. સત્તા સંભાળ્યા પછી તરત જ 4 ફેબ્રુઆરી, 2024 ના રોજ લોકોની સરકાર દ્વારા ઓબીસી જાતિની વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી હતી. અગાઉની સરકારે OBC અનામત વધારીને 37 ટકા કરવા માટે રાજ્યપાલને પ્રસ્તાવ મોકલ્યો હતો. અમારી સરકાર અગાઉનો પ્રસ્તાવ પાછો ખેંચી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *