સંજુ સેમસને સિકસ ફટકારતા બોલ મહિલાના ચહેરા પર વાગ્યો,દર્દથી આસું રોકાયા નહી,જુઓ વીડિયો

સંજુ સેમસને આફ્રિકા વિરૂદ્ધ T20 શ્રેણીમાં ચાર ઇનિંગ્સ રમી છે જેમાંથી તે બે વખત શૂન્ય પર આઉટ થયો હતો અને બે વખત સદી ફટકારી હતી. આફ્રિકા સામેની ચોથી T20 મેચમાં તેણે શાનદાર બેટિંગ કરી અને જોરદાર સદી ફટકારી. તે ટીમ માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો હતો. તે ઈનિંગની શરૂઆતથી જ લયમાં જોવા મળ્યો હતો અને તેણે કોઈપણ મુશ્કેલી વિના પોતાની સદી પૂરી કરી હતી.

સંજુનો બોલ મહિલાને વાગ્યો
સંજુ સેમસને ચોથી T20 મેચમાં 56 બોલમાં 109 રન બનાવ્યા જેમાં 6 ફોર અને 9 સિક્સ સામેલ હતી. 10મી ઓવરમાં સંજુએ ટ્રિસ્ટન સ્ટબ્સના પહેલા બે બોલમાં બે સિક્સર ફટકારી હતી. તેણે ડીપ મિડ-વિકેટ પર બીજી છગ્ગો ફટકારી. જે સ્ટેડિયમમાં ઉભેલી મહિલાને બોલ વાગ્યો. આ કારણે તે દર્દથી રડવા લાગી અને તેની આંખોમાંથી આંસુ પડતાં જોવા મળ્યા. ત્યારે કોઈએ મહિલા ચાહકને તેના ગાલ પર બરફ લગાવવા કહ્યું. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.સંજુ સેમસને આફ્રિકા સામેની પ્રથમ T20 મેચમાં પણ 107 રનની ઇનિંગ રમી હતી. હવે ચોથી T20 મેચમાં તેણે 109 રન બનાવ્યા હતા. તે T20Iમાં એક જ ટીમ સામે બે સદી ફટકારનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેની પહેલાં કોઈ આ કરી શક્યું ન હતું.

બે બેટ્સમેનોએ સદી ફટકારી હતી
ચોથી T20 મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સાચો સાબિત થયો હતો. ટીમ તરફથી તિલક વર્મા અને સંજુ સેમસને સદી ફટકારી હતી. તિલકે 120 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અભિષેક શર્માએ 36 રનની ઇનિંગ રમી હતી. તિલક અને સંજુએ બીજી વિકેટ માટે 210 રનની ભાગીદારી કરી હતી, જે T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત માટે કોઈપણ વિકેટ માટે સૌથી વધુ ભાગીદારી છે. આ ખેલાડીઓના કારણે જ ભારતીય ટીમે 283 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો-   ભારતીય ટીમે T20 ક્રિકેટમાં બનાવ્યો આ ઐતિહાસિક રેકોર્ડ, જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *