ફાંસી એ એક એવી સજા છે જે માત્ર ગંભીર ગુના કરવા માટે આપવામાં આવે છે, જ્યારે ઘણા દેશોમાં ફાંસી પર પ્રતિબંધ છે. હાલમાં જ એક વિદેશી મીડિયાનો રિપોર્ટ સામે આવ્યો છે કે, સાઉદી અરેબિયાએ આ વર્ષે 100થી વધુ વિદેશી નાગરિકોને ફાંસી આપી છે. તાજેતરમાં સાઉદીએ ડ્રગ સ્મગલિંગના આરોપમાં યમનના એક નાગરિકને ફાંસી આપી હતી.યમનના નાગરિકને ફાંસી આપવાની સાથે સાઉદી અરેબિયાએ વર્ષ 2024માં અત્યાર સુધીમાં 101 વિદેશી નાગરિકોને ફાંસીની સજા આપી છે. જ્યારે 2023 અને 2022માં 34 વિદેશી નાગરિકોને ફાંસી આપવામાં આવી હતી, પરંતુ 2024માં આ આંકડો 100ને પાર કરી ગયો હતો.
તમામ રેકોર્ડ તૂટ્યા, સૌથી મોટી સંખ્યામાં ફાંસી
બર્લિન સ્થિત યુરોપિયન-સાઉદી ઓર્ગેનાઈઝેશન ફોર હ્યુમન રાઈટ્સ (ESOHR)ના કાનૂની નિર્દેશક તાહા અલ-હાજીએ કહ્યું કે, સાઉદી અરેબિયામાં એક વર્ષમાં વિદેશી નાગરિકોને ફાંસીની આ સૌથી મોટી સંખ્યા છે. આ પહેલા સાઉદી અરેબિયાએ ક્યારેય એક વર્ષમાં 100થી વધુ લોકોને ફાંસી આપી નથી.સાઉદી અરેબિયાના વિદેશી નાગરિકોને ફાંસી પર લટકાવવા પર માનવ અધિકાર જૂથે સાઉદી અરેબિયાની ટીકા કરી છે. જૂથે કહ્યું કે, સાઉદી અરેબિયા લોકોને ફાંસી આપવા માટે તેની શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે. જૂથે એમ પણ કહ્યું કે સાઉદી અરેબિયા તેની છબીને નરમ કરવા અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને રોકાણકારોને આવકારવા માટે આ પગલું ભરી રહ્યું છે.
કયા દેશના નાગરિકોને ફાંસી આપવામાં આવી હતી?
એમ્નેસ્ટી ઈન્ટરનેશનલનો એક રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2023માં ચીન અને ઈરાન પછી સાઉદી અરેબિયાએ ત્રીજા નંબર પર કેદીઓને ફાંસી આપી છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં સાઉદી અરેબિયામાં 30 વર્ષમાં સૌથી વધુ ફાંસીની સજા આપવામાં આવી હતી. વર્ષ 1995માં સાઉદીએ 192 લોકોને ફાંસી આપી હતી, જ્યારે 2022માં તેણે 196 લોકોને ફાંસી આપી હતી. વર્ષ 2024 માં અત્યાર સુધીમાં, સાઉદી અરેબિયાએ 274 લોકોને ફાંસી આપી છે. રિપોર્ટ અનુસાર, સાઉદી અરેબિયામાં પાકિસ્તાનના 21, યમનના 20, સીરિયાના 14, નાઈજીરિયાના 10, ઈજિપ્તના 9, જોર્ડનમાંથી 8 અને ઈથોપિયાના 7, ભારત, સુદાન, અફઘાનિસ્તાન, શ્રીલંકાના એક-એક, એરિટ્રિયા અને ફિલિપાઇન્સ નાગરિકોને ફાંસી. રાજદ્વારીઓ અને કાર્યકરો કહે છે કે વિદેશી નાગરિકો સામાન્ય રીતે ન્યાયી સુનાવણીમાં અવરોધોનો સામનો કરે છે.
આ પણ વાંચો- દિલજીત દોસાંજની સરકારને ચેલેન્જ, તમે દારૂના અડ્ડા બંધ કરાવો, હું દારૂના ગીત ગાવાનું કરી દઇશ બંધ