દિલજીત દોસાંજની સરકારને ચેલેન્જ, તમે દારૂના અડ્ડા બંધ કરાવો, હું દારૂના ગીત ગાવાનું કરી દઇશ બંધ

પંજાબી સિંગર અને એક્ટર દિલજીત  દોસાંજ આ દિવસોમાં પોતાના લાઈવ કોન્સર્ટ ‘દિલ-લુમિનાટી ટૂર’ને કારણે ચર્ચામાં છે. આ કોન્સર્ટ દ્વારા ઘણા રાજ્યોમાં ગાયકો પરફોર્મ કરી રહ્યા છે. ગયા મહિને જયપુર બાદ દિલજીતનો કોન્સર્ટ 15 નવેમ્બરે હૈદરાબાદમાં હતો જેના કારણે તેલંગણા સરકારે તેને નોટિસ મોકલી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે ગાયક તેના કોન્સર્ટ દરમિયાન દારૂને પ્રોત્સાહન આપતું કોઈ ગીત ગાશે નહીં. હવે દિલજીત  દોસાંજ સરકારની આ નોટિસને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

દિલજીત  દોસાંજનો વીડિયો વાયરલ થયો છે
ગઈકાલે રાત્રે ગુજરાત કોન્સર્ટના ગાયક દિલજીત દોસાંજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં તે કહે છે, ‘સારા સમાચાર એ છે કે મને આજે કોઈ નોટિસ મળી નથી. આના કરતાં વધુ સારા સમાચાર એ છે કે આજે હું દારૂ પર કોઈ ગીત ગાવાનો નથી. પૂછો કેમ નહિ? હું ગાઈશ નહીં કારણ કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે.

દિલજીતે કહ્યું, ‘મેં ડઝન કરતાં વધુ ભક્તિ ગીતો ગાયાં છે. છેલ્લા 10 દિવસમાં, મેં બે ભક્તિ ગીતો રજૂ કર્યા છે, એક ગુરુ નાનક બાબાજી પર અને બીજું શિવ બાબા પર. પણ એ ગીતો વિશે કોઈ બોલતું નથી. બધા ટીવી પર બેસીને પટિયાલા પેગ વિશે વાત કરી રહ્યા છે. બોલિવૂડમાં ડઝનેક, હજારો ગીતો છે જે દારૂ પર આધારિત છે. મારી પાસે એક અથવા વધુમાં વધુ 2 થી 4 હોઈ શકે છે.

દિલજીત  દોસાંજે પડકાર ફેંક્યો હતો
ગાયકે આગળ કહ્યું, ‘હું એ ગીતો ગાવાનો નથી. હું આજે પણ નહીં ગાઉં, કોઈ ટેન્શન નથી. હું પોતે દારૂ પીતો નથી, પરંતુ બોલિવૂડ સ્ટાર્સ જેઓ દારૂની જાહેરાત કરે છે, દિલજીત  દોસાંજ આવું નથી કરતાે. ત. હું જ્યાં પણ જાઉં છું ત્યાં મારી સાયલન્ટ કોન્સર્ટ કરું છું.’ સરકારની નોટિસને પડકારતાં દિલજીતે આગળ કહ્યું, ‘હું દારૂ ગાવાનું બંધ કરી દઈશ, તમે આખા દેશમાં અડ્ડા બંધ કરાવો.’

તેલંગાણા સરકારે નોટિસ મોકલી હતી
ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ કોન્સર્ટ પહેલા તેલંગણા સરકારે ગાયક દિલજીત દોસાંઝને નોટિસ પાઠવીને તેમના કાર્યક્રમમાં દારૂ, ડ્રગ્સ અને હિંસા સંબંધિત ગીતો ન ગાવા જણાવ્યું હતું. આ સિવાય સરકારે ગાયકના ત્રણ ગીત ‘પંજ તારા’, ‘કેસ’ અને ‘પટિયાલા પેગ’ પર પ્રતિબંધ મૂક્યો હતો. ચંદીગઢના પ્રોફેસર પંડિતરાવ ધરનવારે દિલ્હી કોન્સર્ટ દરમિયાન આવા ગીતો ગાવા બદલ દિલજીત દોસાંઝ સામે ફરિયાદ નોંધાવી ત્યારે સરકારે આ નોટિસ જારી કરી હતી.

 

આ પણ વાંચો –  ALERT..! ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરો, નહીંતર થઈ શકે છે અકસ્માત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *