અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ માં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સિંધીની હત્યાની ઘટનાએ શહેરમાં આક્રોશ ફેલાવ્યો છે. ગુજરાત મુસ્લિમ મિલ્લી કાઉન્સિલના પ્રમુખ મુફતી રિઝવાન તારાપુરીએ આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને મૃતકના પરિવાર પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરી. તેમણે આ ઘટનાને “અત્યંત દુઃખદ અને ચોંકાવનારી” ગણાવી, તેમણે વધુમાં જણાવ્યું કે આરોપી વિદ્યાર્થી સામે કડક અને તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ, જેથી સમાજમાં દૃષ્ટાંત સ્થાપિત થાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. તેમણે કહ્યું, “આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સખત પગલાં અનિવાર્ય છે.”
માતા-પિતાની જવાબદારી અને સંસ્કાર
સેવન્થ ડે સ્કૂલ હત્યા મામલે રિઝવાન મુફતીએ ભારપૂર્વક જણાવ્યું કે, સ્કૂલોની જવાબદારી ઉપરાંત માતા-પિતાએ પણ પોતાના બાળકોને સારા સંસ્કાર આપવા જોઇએ અને તેના વર્તન પર ધ્યાન આપવું જોઈએ. બાળકોને સારી ટેવો અને સંસ્કાર આપવા માતા-પિતાની પ્રથમ જવાબદારી છે. તેમની દરેક પ્રવૃત્તિ પર નજર રાખવી જરૂરી છે.માતા-પિતા તેના પહેલા શિક્ષક છે,દરેક માતા-પિતાએ આ ખાસ ધ્યાન રાખવું જોઇએ
મોબાઈલ વપરાશ પર પ્રતિબંધની હિમાયત
મુફતી રિઝવા તારાપુરીએ સરકારને આગ્રહ કર્યો કે, 16 વર્ષથી નીચેની ઉંમરના બાળકોના મોબાઈલ વપરાશ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. તેમણે કહ્યું, અયોગ્ય મોબાઈલ વપરાશ બાળકોના વર્તનને નકારાત્મક અસર કરે છે. માતા-પિતાએ પણ આ બાબતે જાગૃત રહેવું જોઈએ.
સ્કૂલોમાં પોલીસ પેટ્રોલિંગની જરૂર
સ્કૂલોમાં સુરક્ષા વધારવા માટે મુફતી રિઝવાન તારાપુરીએ સ્કૂલોમાં નિયમિત પોલીસ પેટ્રોલિંગની માંગ કરી. “જો શાળાઓમાં દિવસમાં એક વખત પણ પોલીસની અવરજવર થાય, તો વિદ્યાર્થીઓમાં એક અસરકારક સંદેશ જશે, જેનાથી ઝઘડા કે હિંસક વર્તન કરતા પહેલાં તેઓ વિચારશે.
કોમવાદનું સ્વરૂપ ન આપો
મુફતી રિઝવાન તારાપુરીએ ખાસ ભાર મૂકીને કહ્યું કે, આ ઘટનાને કોમવાદનું સ્વરૂપ આપવું જોઈએ નહીં. “આ એક દુઃખદ ઘટના છે, અને તેને સમાજના હિતમાં એક ચેતવણી તરીકે લેવી જોઈએ. માતા-પિતા અને સમાજે જાગૃત રહીને આવી ઘટનાઓ અટકાવવા પગલાં લેવા જોઈએ,